ગીલોંગઃT20 વર્લ્ડ કપનો આજે ત્રીજો દિવસ (Day 3 of the T20 World Cup) છે. ગ્રુપ Aમાં દિવસની પ્રથમ મેચ નેધરલેન્ડ અને નામીબિંયા (T20 World Cup: NAM vs NED) વચ્ચે રમાઈ રહી છે. નામિબિંયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નામીબિંયાએ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 121 રન બનાવ્યા હતા અને નેધરલેન્ડને 122 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. નેધરલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
કોણ કેવુ રમ્યા: નેધરલેન્ડ માટે વિક્રમજીત સિંહે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેણે 31 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે બે સિક્સર પણ ફટકારી હતી. નામિબિયા તરફથી જેજે સ્મિતે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
નામિબિંયાનો દાવ
પ્રથમ વિકેટ: દેવન લા કોક 0 રને આઉટ થયો હતો. તે કોલિન એકરમેનના હાથે બાસ ડી લીડના હાથે કેચ થયો હતો.
બીજી વિકેટ: માઈકલ વાન લિંગેન 20 રન બનાવીને આઉટ થયો હતો. તે ટિમ પ્રિંગલે બાસ ડી લીડના હાથે કેચ આઉટ થયો હતો.
ત્રીજી વિકેટ: જોન નિકોલ લોફ્ટી-ઈટન શૂન્ય પર આઉટ થયો હતો. તે પોલ વાન મીકરેન દ્વારા સ્કોટ એડવર્ડ્સના હાથે કેચ આઉટ થયો હતો.
ચોથી વિકેટ: સ્ટીફન બાર્ડ 19 રન બનાવીને આઉટ થયો હતો. તે રૂલોફ વાન ડેર મર્વે ફ્રેડ ક્લાસેનના હાથે કેચ આઉટ થયો હતો.
પાંચમી વિકેટ: જોન ફ્રીલિંક 43 રન બનાવીને આઉટ થયો હતો. તે બાસ ડી લીડ દ્વારા પોલ વાન મીકરેનના હાથે કેચ આઉટ થયો હતો.
છઠ્ઠી વિકેટ: ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન) 16 રન બનાવીને આઉટ થયો હતો. તે બાસ ડી લીડ દ્વારા બોલ્ડ થયો હતો.
શ્રીલંકાને 55 રનના વિશાળ અંતરથી હરાવ્યુ: નામિબિંયાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 55 રનના વિશાળ અંતરથી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. નેધરલેન્ડે રોમાંચક મેચમાં UAEને 3 વિકેટે હરાવ્યું. નામીબિંયા પોઈન્ટ અને +2.750 નેટ રનરેટ સાથે ગ્રુપ Aમાં પ્રથમ ક્રમે છે. તે જ સમયે, નેધરલેન્ડ બે પોઈન્ટ અને +0.097 નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.
બંને ટીમો આ પ્રમાણે છે 11 નામિબિયા: માઈકલ વાન લિંગેન, ડેવન લા કોક, સ્ટીફન બાર્ડ, ગેરહાર્ડ ઈરાસ્મસ (સી), જોન ફ્રીલિંક, જોન નિકોલ લોફ્ટી-ઈટન, જેજે સ્મિત, ડેવિડ વિઝ, જેન ગ્રીન (wk), બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, બેન શિકોન્ગો .
નેધરલેન્ડ્સ: વિક્રમજીત સિંહ, મેક્સ ઓડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ (wk/c), રૂલોફ વાન ડેર મેર્વે, ટિમ પ્રિંગલ, ફ્રેડ ક્લાસેન, પોલ વાન મીકરેન, ટિમ વાન ડેર ગુગેન.