- ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા
- ICCએ (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ 2021નું શિડ્યુલ જાહેર કર્યું
- આ ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરે મેજબાન ઓમાન (Oman)અને પપુઆ ન્યૂગિની (Papua New Guinea)ની વચ્ચે મુકાબલાથી થશે
ન્યૂઝ ડેસ્કઃ ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ICCએ (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ 2021નું શિડ્યુલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરે મેજબાન ઓમાન (Oman) અને પપુઆ ન્યૂગિની (Papua New Guinea)ની વચ્ચે મુકાબલાથી થશે. બંને ટીમ વચ્ચે આ મેચ ગ્રુપ બીમાં રાઉન્ટ 1 અંતર્ગત રમાશે. તો ભારતીય ટીમની પહેલી મેચ 24 એક્ટોબરે પાકિસ્તાન સાથે રમાશે. તો ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે.
આ પણ વાંચો-IND vs ENG: મોહમ્મદ શમીની ધમાકેદાર બેટિંગ... છગ્ગો ફટકારી પુરી કરી અર્ધશતક
ગૃપ એમાં પહેલી મેચ 18 ઓક્ટોબરે દુબઈમાં રમાશે