ગુજરાત

gujarat

ETV Bharat / sports

T-20 વર્લ્ડ કપ ટીમનું કરવામાં આવ્યું એલાન - મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આગામી ICC T-20 વિશ્વ કપ માટે પોતાની ટીમનુ એલાન કરી દીધુ છે. અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં જગ્યા નથી મળી અને સ્ટેડબાય પર શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને દિપક ચહરને રાખવામાં આવ્યા છે.

team
T-20 વર્લ્ડ કપ ટીમનું કરવામાં આવ્યું એલાન

By

Published : Sep 9, 2021, 7:46 AM IST

ન્યુઝ ડેસ્ક : ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયુ છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયાની પંસદગી કરવામાં આવી છે. T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયામાં 15 મુખ્ય અને 3 સ્ડેન્ડબાય ખેલાડીઓની પંસદગી કરવામાં આવી છે. ટીમમા સૌથી આશ્ચર્યચકિત કરનારૂ નામ ઓફ સ્પિનર રવિચંન્દ્ર અશ્વિનનું છે. તે 4 વર્ષ બાદ T-20 ટીમમાં આવ્યા છે. ભારતીય ટીમમાં પાંચ સ્પિન બોલર, બે વિકેટકીપર, ત્રણ પેસર અને પાંચ બેટ્સમેન છે.

ત્રણ સ્ટેડબાય ખેલાડીમાં એક બેટ્સમેન અને 2 બોલર રાખવામાં આવ્યા છે. T-20 વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોમ્બર-નવેમ્બરમાં કરવામાં આવ્યું છે. BCCIએ આ માટે 15 સભ્યો વાળી ટીમની ઘોષણા કરી છે, આ સિવાય રીઝર્વ પ્લેઅર્સની પણ પંસદગી કરવામાં આવી છે, જેના કારણે જો કોઈ ખેલાડીને ઈજા થાય તો તે પરિસ્થિતિને પહોંચી વળાય. T20 વર્લ્ડ કપનું આયોજન UAE અને ઓમાનમાં ભલે થવાનું હોય પણ મેઝબાન આ વખતે ભારત જ છે. મેઝબાનની બધા અધિકાર BCCI પાસે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય કેબિનેટમાં ટેક્નિકલ ટેક્સટાઈલ સેક્ટર માટે સ્કીમની જાહેરાત, જાણો શું છે આ સ્કીમ...

કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ ભારતની બહાર થઈ રહી છે. 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યાર બાદ ભારતીય ટીમે આ ખિતાબ જીત્યો નથી. ટીમ ઈન્ડીયાને ગ્રુપ Bમાં રાખવામાં આવી જે આ ગ્રુપમાં અન્ય ટીમ જેમ કે, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન છે. 2 ટીમ ક્વોલીફાયર દ્વારા આવશે. ભારતને પોતાની પહેલી મેચ 24 ઓક્ટોમ્બરે પાકિસ્તાનની વિરૂદ્ધ રમવાની રહેશે. જે બાદ 31 ઓક્ટોમ્બરે ન્યુઝીલેન્ડની સામે રમશે. 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે.

આ પણ વાંચો : મરેલીમાં ભારે વરસાદને પગલે નદીનાળા છલકાયા, NDRF ની ટીમને કરવામાં આવી સ્ટેન્ડબાય

ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી .

સ્ડેન્ડ બાય ખેલાડી

શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર -

ABOUT THE AUTHOR

...view details