- આજથી શરૂ થતી ICC T20 વર્લ્ડ કપ મેચ ઓમાનમાં રમાશે
- BCCI દ્વારા વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું
- ભારત અને પાકિસ્તાનની 24 ઓક્ટોબર મેચ રમાશે
હૈદરાબાદ : IPL 2021 સમાપ્ત થયા બાદ પણ ક્રિકેટના રસિકોનો રોમાંચ યથાવત રહેશે, કારણ કે UAE અને ઓમાનમાં ICC T20 વર્લ્ડ કપ આજે 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. આ સાથે જ ટીમોની જાહેરાત (ICC T20 World Cup Schedule) કરવામાં આવી છે. ભારતીય ટીમના ખેલાડીઓને પણ યથાવત રાખવામાં આવ્યા છે. મેચને લઈને અન્ય દેશોના ખેલાડીઓ પણ ઓમાન પહોંચવા લાગ્યા છે. ટુર્નામેન્ટની શરૂઆત વોર્મ અપ મેચથી થશે. ICCએ ટીમોને ચાર જૂથોમાં વહેંચી છે, જે વચ્ચે કુલ 45 મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન બન્નેને આ વર્લ્ડ કપના ગ્રુપ 2 માં રાખવામાં આવ્યા છે. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Dubai International Cricket Stadium) સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
કોરોનાને કારણે UAE અને ઓમાનમાં મેચ રખાઈ
ઉલ્લેખનીય છે કે, છેલ્લો T20 વર્લ્ડ કપ 2016 માં ભારતમાં રમાયો હતો. આ વર્ષે પણ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં જ થવાનું હતું, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને UAE અને ઓમાનમાં રાખવામાં આવ્યો છે. જોકે BCCI આ ટુર્નામેન્ટનું યજમાન છે. વેસ્ટ ઇન્ડીઝ પણ વિશ્વની એકમાત્ર ટીમ છે જેણે બે વખત આ ખિતાબ જીત્યો છે.
આ ભારતીય ખેલાડીઓ ICC ટી 20 વર્લ્ડ કપ ટીમમાં રહેશે