- બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને રેકોર્ડ બનાવ્યો
- શાકિબે શ્રીલંકાના લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો
- ઓલરાઉન્ડર શાકિબે 108 વિકેટ પોતાના નામે કરી
ન્યૂઝ ડેસ્ક : બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને(Shakib Al Hasan) ટી 20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ઇતિહાસ રચ્યો છે. શાકિબ આંતરરાષ્ટ્રીય ટી 20 મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શાકિબે શ્રીલંકાના લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 108 વિકેટ પોતાના નામે કરી છે. મલિંગાની વિકેટ કરતાં એક વધુ છે.
શાકિબે મલિંગાનો રેકોર્ડ તોડ્યો
શાકિબે આ પરાક્રમ યુએઈ અને ઓમાનમાં યોજાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપ દરમિયાન કર્યો હતો. સ્કોટલેન્ડ સામેની મેચમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરે 17 રનમાં બે વિકેટ લીધી હતી. તેની ધારદાર બોલિંગે તેને લસિથ મલિંગાથી આગળ કરી દીધો છે. હવે જો ટી 20 માં વિકેટની બાબતમાં શાકિબ અલ હસન મોખરે છે તો મલિંગા 107 વિકેટ સાથે બીજા નંબરે છે. ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડના ટિમ સાઉદી છે, જેમણે 99 વિકેટ લીધી છે. ચોથા સ્થાને પાકિસ્તાનના શાહિદ આફ્રિદી છે જેણે 98 વિકેટ પોતાના નામે કરી છે.