ગુજરાત

gujarat

ETV Bharat / sports

Ind vs Eng, 4th T20I: 'સૂર્ય' કુમાર ચમક્યો, ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી - સૂર્યકુમાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચ રમાઈ હતી. સૂર્યકુમાર યાદવે પોતાના ટી20 કેરિયરમાં બેટિંગની શરૂઆત સિક્સ ફટકારીને કરી હતી. સૂર્યકુમારે આર્ચરના બોલ પર સિક્સ ફટકારીને ઈનિંગની શરુઆત કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેણે ત્રણ સિક્સ અને 4 ફોર મારી હતી.

Suryakumar
Suryakumar

By

Published : Mar 19, 2021, 7:02 AM IST

Updated : Mar 19, 2021, 9:56 AM IST

  • ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 8 રનથી પરાજય આપ્યો
  • સૂર્યકુમારે ડેબ્યુ મેચમાં જ 31 બોલમાં 57 રન કરી ફિફટી ફટકારી
  • આ સાથે જ તે ડેબ્યુમાં ફિફટી ફટકારનાર ભારતનો પાંચમો ખેલાડી બની ગયો

અમદાવાદ: ભારતીય ટીમે રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને આઠ રનથી પરાજય આપ્યો હતો . અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી નિર્ણાયક મેચમાં સૂર્યકુમારની શાનદાર બેટિંગ બાદ બોલરોએ પણ સારી બોલિંગ કરી મેચને અંતિમ ઓવરમાં પોતાના નામે કરી લીધો હતો. આ જીત સાથે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો પાંચ મેચની સીરીઝમાં 2-2થી બરાબરી પર પહોંચી ગઈ છે.

ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી

સૂર્યૂકુમારે ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી હતી. તેને 28 બોલમાં જ હાફસેન્ચુરી પુરી કરી હતી. આ સાથે જ સૂર્યકુમાર ડેબ્યુમાં ફિફ્ટી ફટકારનાર ભારતનો પાંચમો ખેલાડી બની ગયો હતો. તેની પહેલાં અજિંક્ય રહાણે, ઈશાન કિશન, રોહિત શર્મા અને રોબિન ઉથપ્પાએ ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. તેને બીજી ટી-20માં ડેબ્યુ કર્યું હતું, પરંતુ બેટિંગ કરવાનો મોક મળ્યો ન હતો. ત્યારે સૂર્યકુમારે કરિયરના પહેલાં જ બોલે સિક્સ ફટકારી હતી.

આ પણ વાંચો: ત્રીજી મેચમાં ઝીરો પર આઉટ થયેલા રાહુલનો વિરાટે કર્યો બચાવ, રાહુલ ચેમ્પિયન ખેલાડી છેઃ વિરાટ

સૂર્યકુમારના કેચ આઉટ થવાં પર વિવાદ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી T-20 મેચ રમાઈ રહી છે. આજની મેચમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મેચની 14મી ઓવરમાં તે કેચ આઉટ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. સૈમ કુર્રેનની બોલિંગમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલા શૉટને ડેવિડ મલાને બાઉન્ડ્રી પર કેચ કર્યો હતો. કેચ શંકાસ્પદ જણાતા થર્ડઅમ્પાયર પાસે રિવ્યૂ લેવાયો હતો. જેમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું કે સૂર્યકુમાર યાદવે જે શૉટ માર્યો હતો, તેનો બૉલ જમીનમાં એક ટપ્પો ખાઈને મલાનનાં હાથમાં આવ્યો હતો. થર્ડઅમ્પાયરે પણ આ કેચને લાંબા સમય સુધી રિવ્યૂ કર્યો હતો અને આખરે તેને આઉટ આપ્યો હતો.

સૂર્યકુમાર યાદવનું IPLમાં પ્રદર્શન

સૂર્યકુમાર યાદવે IPLની ગત સિઝનમાં 16 મેચ રમી હતી. જેમાં તેણે 480 રન બનાવ્યા હતા. 4 વાર તેણે 50થી વધારે રન બનાવ્યા હતા. 78 રને અણનમ રહ્યો તે તેનો વ્યક્તિગત સૌથી વધારે સ્કોર હતો. ગત સિઝનમાં તેણે 11 છગ્ગા અને 61 ચોગ્ગા માર્યા હતા. IPLમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 10 બેટ્સમેનની યાદીમાં તે 7માં નંબરે હતો. આ સિઝનમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

આ પણ વાંચો: ભારત-ઈગ્લેન્ડ ટી-20: કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય

Last Updated : Mar 19, 2021, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details