નવી દિલ્હીઃક્રિકેટના ઈતિહાસમાં જ્યારે પણ ખેલાડીઓની સામે મહાન શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે ભારતના આ દિગ્ગજ ખેલાડીનું નામ યાદ આવે છે. 5 ફૂટ 6 ઈંચ લંબાઈના લિટલ માસ્ટર તરીકે ઓળખાતા આ ભારતીય બેટ્સમેનને આજે દુનિયા સલામ કરે છે. 'લિટલ માસ્ટર'ના નામથી જાણીતા સુનીલ ગવાસ્કર આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વિટ કરીને 10,000 રનના સ્કોર સાથે યાદ કર્યા છે. સુનીલ ગવાસ્કર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલા 10,000 રન અને 34 સદી ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા.
જય શાહે પણ શુભેચ્છા પાઠવી:આ દરમિયાન તેમણે ઘણી આકર્ષક તસવીરો સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના સચિવ જય શાહે પણ સુનીલ ગાવસ્કરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને બીસીસીઆઈના ટ્વીટને રીટ્વીટ કરીને તેની બેટિંગની પ્રશંસા કરી છે.
સુનીલ ગાવસ્કરનું ક્રિકેટ કેરિયર: સુનીલ ગાવસ્કરે 1971માં ભારત માટે ટેસ્ટ રમવાની શરૂઆત કરી હતી. સુનીલ ગાવસ્કરે ભારત માટે રમાયેલી કુલ 125 ટેસ્ટ મેચોમાં 51.12ની એવરેજથી 10122 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે 108 વનડેમાં 3092 રન બનાવ્યા છે. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે 34 સદી અને 45 અડધી સદી ફટકારી ચૂક્યા છે. 108 વનડે મેચોમાં 3092 રન બનાવ્યા છે. 1 સદી અને 27 અડધી સદી ફટકારી ચૂક્યા છે.
નિવૃત્તિ પછી પણ ક્રિકેટ સાથે:1987માં પાકિસ્તાન સામેની તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં 96 રનની બનાવવા છતાં ભારતને હારથી બચાવી શકી ન હતી. 1987 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. તે પછી તરત જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ પછી તેમણે કોમેન્ટેટર અને 1 ટેસ્ટ અને 5 વન્ડેમાં રેફરીની ભૂમિકા નિભાવી હતી. ગાવસ્કરે BCCIના વિવિધ પદો પર જવાબદારીઓ સંભાળી હતી અને તેમને ICC ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
- West Indies vs India : ભારત સામે રમાનાર પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ઘોષણા, જાણો કોને મળ્યો મોકો
- AUS vs ENG 3rd Ashes Test : હેરી બ્રુક અને ક્રિસ વોક્સની શાનદાર બેટિંગના કારણે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું