ગુજરાત

gujarat

ETV Bharat / sports

Dunith Wellalage : કોણ છે આ શ્રીલંકાનો 20 વર્ષીય બોલર, જેણે ભારત સામે મચાવી દીધી તબાહી - શ્રીલંકાના 20 વર્ષીય લેગ સ્પિનર ​​દિનુથ વેલાલેજે

શ્રીલંકાના 20 વર્ષીય લેગ સ્પિનર ​​દિનુથ વેલાલેજે એશિયા કપની સુપર 4 મેચમાં ભારત સામેની મેચમાં પોતાની બોલિંગથી સૌને ચોકાવી દિધા હતા. આ મેચમાં 5 વિકેટ અને 42 અણનમ રનની ઇનિંગ રમનાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Etv BharatDunith Wellalage
Etv BharatDunith Wellalage

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 12:45 PM IST

કોલંબોઃ એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને ભારત ભલે એશિયા કપ 2023ની ફાઇનલમાં પહોંચી ગયું હોય, પરંતુ આ મેચમાં 20 વર્ષીય ડાબોડી સ્પિનર ​​દિનુથ વેલાલેજ બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા બની ગયો હતો. દિનુથ વેલાલેજ 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી હતી. પ્રથમ બોલિંગ કરતી વખતે, વેલાલેજે 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી હતી અને પછી બેટિંગ કરતી વખતે તેણે 46 બોલમાં 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે મેચમાં 2 કેચ પણ લીધા હતા.

આ પહેલા ​દિગ્ગજ બેટ્સમેનોને આઉટ કર્યા છેઃઆ પહેલા ​દિનુથ વેલાલેજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જૂન 2022માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે આવ્યું હતું. 5 મેચની સિરીઝની છેલ્લી મેચમાં આ બોલરે 10 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ હતું. 20 વર્ષીય બોલરની પ્રથમ 16 ODI વિકેટોમાં સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, શુબમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનોનો સમાવેશ થાય છે.

પ્રથમ ખેલાડી બન્યોઃ શ્રીલંકાની હાર છતાં ભારત સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રીલંકાના સ્ટાર લેગ સ્પિનર દિનુથ ​વેલાલેજને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એશિયા કપ 2023માં ટીમની હાર છતાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થનાર દિનુથ વેલાલેજ પ્રથમ ખેલાડી બન્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યોઃ દિનુથ વેલાલેજે કોલંબોમાં સેન્ટ જોસેફ કોલેજમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. 9 જાન્યુઆરી, 2003ના રોજ કોલંબોમાં જન્મેલા, દિનુથ વેલાલેજે 2022માં પાલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વેલાલેજે તેની ખૂબ આશાસ્પદ કારકિર્દીમાં શ્રીલંકા માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકા માટે 16 વિકેટ લીધી છે.

આ પણ વાંચોઃ

  1. India Vs Sri Lanka Asia Cup 2023: શ્રીલંકાને 41 રને હરાવી, એશિયા કપની ફાઇનલમાં ભારત
  2. India vs Pakistan Asia Cup 2023: પાકિસ્તાન સામે સૌથી મોટી જીત, એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું
  3. MS Dhoni Spotted Playing Golf : મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા, તસવીર થઈ વાયરલ

ABOUT THE AUTHOR

...view details