જોહાનિસબર્ગઃ ભારતમાં રમાનારી પાંચ મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત (South Africa squad announced ) કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ ટેમ્બા બાવુમા કરશે. આ ટીમ 2021 ના અંતમાં ICC T20 વર્લ્ડ કપ પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. જ્યારે તેનો મુકાબલો 9 થી 19 જૂન દરમિયાન ભારતીય ટીમ સાથે (South Africa will play T20 against India) થશે. 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને પ્રથમ વખત તક આપવામાં આવી છે.
આ પણ વાંચો:Women T-20 Challenge: T20 ચેલેન્જમાં સ્મૃતિ, હરમનપ્રીત અને દીપ્તિની ટીમો ટકરાશે, જાણો સંપૂર્ણ વિગતો
સાત ઇનિંગ્સમાં 48.83ની એવરેજ અને 23 સિક્સર: મિડલ ઓર્ડર બેટ્સમેને ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) T20 ચેલેન્જમાં ગત સિઝનમાં તેની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, તેણે સાત ઇનિંગ્સમાં 48.83ની એવરેજ અને 23 સિક્સર સહિત 183.12ની સ્ટ્રાઇક રેટથી 293 રન બનાવ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં બોલાવવામાં આવ્યા તે પહેલાં તે ઝિમ્બાબ્વેમાં દક્ષિણ આફ્રિકા 'A' ટીમનો પણ ભાગ હતો. પસંદગીના અન્ય ખેલાડીઓમાં ડિસેમ્બર 2021થી ઈજામાંથી સાજા થઈ રહેલા ઝડપી બોલર એનરિક નોર્ટજે અને બેટ્સમેન રીઝા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેનનો સમાવેશ થાય છે.
રમવા માટે મંજૂરી આપવામાં આવી: ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જણાવ્યું હતું કે, નોર્ટજેને તબીબી રીતે રમવા માટે મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં તે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે સારી બોલિંગ કરી રહ્યો છે. 2017માં ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ વેઈન પાર્નેલ પણ પ્રથમ વખત T20માં વાપસી કરી રહ્યો છે. કેશવ મહારાજ અને નંબર 1 T20 બોલર તબરેઝ શમ્સી સિવાય, બાકીની ટીમમાં ક્વિન્ટન ડી કોક, એઇડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, રોસી વાન ડેર, ડુસેન અને માર્કો જેન્સન સહિત IPL ખેલાડીઓ હશે.