કોલકાતા: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમના પરિવારના ચાર સભ્યો (Ganguly Family Tested Positive) પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીનો (Sana Ganguly daughter of Sourav Ganguly corona positive) સમાવેશ થાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ 15 દિવસ પહેલા કોરોનાથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સૌરવ ગાંગુલીના પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટીવ
હવે સૌરવ ગાંગુલી (Sourav Ganguly recovers from corona virus) કોરોના વાયરસમાંથી સ્વસ્થ થઈ ગયો છે અને ગાંગુલીનો તાજેતરનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ હવે તેના પરિવારના અન્ય ચાર સભ્યો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ સના આઈસોલેટ થઈ ગઈ છે અને તેમાં કોરોના વાયરસના હળવા લક્ષણો છે.
સૌરવ ગાંગુલીની પુત્રી સના કોરોના પોઝિટીવ