ગુજરાત

gujarat

ETV Bharat / sports

Sourav Ganguly Birthday: 'દાદા'ના હુલામણા નામથી ઓળખાતા સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ

દાદાના હુલામણા નામથી ઓળખાતા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. ધોનીની જેમ જ ગાંગુલીના લાખો ચાહકો તેમનો જન્મદિવસ ઉજવે છે. સૌરવ ગાંગુલીએ અંદાજે 13 વર્ષ સતત ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યોગદાન આપ્યું છે.

Etv BharatSourav Ganguly Birthday
Etv BharatSourav Ganguly Birthday

By

Published : Jul 8, 2023, 12:42 PM IST

હૈદરાબાદ:ભૂતપૂર્વ ભારતીય બેટર અને સૌથી પ્રતિષ્ઠિત કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલી આજે 51 વર્ષના થયા છે. ભારતીય ક્રિકેટે પોતાના આત્મવિશ્વાસ પર ભરોસો રાખીને માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ મેચો જીતતા શીખવ્યું હતું. આ ખાસ દિવસે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ચાહકો સતત તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપતા જોવા મળે છે.

જય શાહની શુભેચ્છા:BCCIના સચિવ જય શાહે ટ્વીટમાં કહ્યું, "જન્મદિવસની શુભેચ્છા, દાદા! પરમાત્મા તમને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપે. આગામી વર્ષ સારું રહે અને હું તમને જલ્દી મળવાની આતુર છું."

BCCIએ ટ્વીટમાં કહ્યું: "424 આંતરરાષ્ટ્રીય મેચો, 18575 આંતરરાષ્ટ્રીય રન, 38 આંતરરાષ્ટ્રીય સદી. અહીં પૂર્વ #TeamIndia કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

દાદાનું ક્રિકેટ કેરિયર: સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 ODI રમી, કુલ 18,575 રન બનાવ્યા છે. તેમણે કુલ 195 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું જેમાં ટીમ ઈન્ડિયા 97 મેચ જીતવામાં સફળ રહી હતી. આ પછી તે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) અને BCCIના પ્રમુખ પણ બન્યા હતા.

શર્ટ કાઢીનેલોર્ડ્સમાં ઉજવણી: 50-ઓવરના ફોર્મેટમાં, ગાંગુલીએ 311 મેચ રમી જેમાં 22 સદી અને 72 અડધી સદી સાથે 11,363 રન બનાવ્યા. ભૂતપૂર્વ સુકાનીને 2002 માં લોર્ડ્સમાં શર્ટ કાઢીને કરેલી ઉજવણી માટે યાદ કરવામાં આવે છે, જ્યારે ભારતે ઇંગ્લેન્ડને હરાવી નેટવેસ્ટ ટ્રોફી ઉપાડી હતી. 2003 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું હતું.

દાદાની યાદગાર ઇનિંગ: સૌરવ ગાંગુલીએ 1996માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. કારકિર્દીની પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રણ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 183 રનની ઇનિંગ રમી હતી.

BCCI પ્રમુખની જવાબદારી નિભાવી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સૌરવ ગાંગુલીએ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી. આમાં તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. હાલમાં, તેઓ IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ માટે ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. Tamim Iqbal: વડા પ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી, તમીમ ઈકબાલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેચ્યો
  2. Dhoni Birthday Celebrate: મહેન્દ્ર સિંહ ધોનીનો ક્રેઝ યથાવત, રાંચીમાં ચાહકોએ ઉજવણી કરી, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details