નવી દિલ્હી:ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટની 18મી મેચ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ સોમવારે 20 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. આ મેચમાં ભારતે આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું. જ્વલંત બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મંધાનાએ પોતાની ઇનિંગ્સમાં 87 રન બનાવ્યા છે. આ પછી મંધાનાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. મંધાના T20 વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. આ મામલામાં તે ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીથી આગળ નીકળી ગઈ છે.
ઈન્ડિયાએ સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી: આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમની મહારાણી સ્મૃતિ મંધાનાએ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમ મેચમાં ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી છે. આ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં, મંધાના અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમી છે. તેણે આ મેચની ઈનિંગમાં 149 રન બનાવ્યા છે.