અમદાવાદ :વર્લ્ડ કપ 2023 ની બહુપ્રતીક્ષિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ રમાશે. માત્ર ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. 14 ઓક્ટોબરે રમાનારી આ મેચ માટે બંને ટીમોએ તૈયારી કરી લીધી છે અને સખત પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ સાંભળીને ક્રિકેટ ચાહકોના ચહેરા પર ચમક આવી જશે. આ અપડેટ શુભમન ગિલના ભારત-પાકિસ્તાન મેચમાં રમવા અંગે છે.
Cricket World Cup 2023 : ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર, શુભમલ ગિલને લઈને અપડેટ સામે આવ્યું - ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ
14 ઓક્ટોબરના રોજ રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સૌથી હાઈ-પ્રોફાઈલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. શુભમન ગિલે અમદાવાદમાં નેટ્સમાં બેટિંગ પણ શરૂ કરી દીધી છે.
Published : Oct 12, 2023, 9:45 PM IST
શુભમન ગીલની નેટ પ્રેક્ટિસ શરૂ : ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ બીમારીને કારણે હજુ સુધી વર્લ્ડ કપ 2023 માં રમી શક્યા નથી. જોકે હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને તેણે અમદાવાદમાં નેટ્સમાં બેટિંગ પણ શરૂ કરી દીધી છે. શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે રમાયેલી ભારતની બે મેચમાંથી બહાર હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને પ્લેઈંગ-11 માં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકે છે. શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હરીફ પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કરવા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
ટીમ ઈન્ડીયા અમદાવાદ પહોંચી : 11 ઓક્ટોબર બુધવારના રોજ દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 14 ઓક્ટોબર શનિવારે પાકિસ્તાન સામે રમાનારી મેચ માટે આજે અમદાવાદ પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની ટીમ બુધવારે જ અમદાવાદ પહોંચી ગઈ હતી અને અત્યારથી જ સખત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.