- શોએબ અખ્તરે ચાલું શોમાં આપી દીધું રાજીનામું
- પીટીવી સ્પોર્ટ્સના એન્કર અને શોએબ વચ્ચે ડખો થયો
- એન્કરે લાઇવ શોમાં બધા વચ્ચે શોએબને કર્યો અપમાનિત
કરાચી: પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ સમયે વિવાદોમાં ઘેરાયા જ્યારે તેમણે એક ટીવી કાર્યક્રમને અધવચ્ચે છોડીને ક્રિકેટ નિષ્ણાતના પોતાના પદેથી રાજીનામું આપી દીધું, કેમકે સરકાર નિયંત્રિત પીટીવી (PTV Sports)ના એન્કરે તેમને બહાર જવા કહ્યું હતું.
કાર્યક્રમના એન્કરે ખરાબ વ્યવહાર કર્યો
અખ્તરે કહ્યું, મંગળવારના પાકિસ્તાનની ટી-20 વિશ્વ કપમાં ન્યુઝીલેન્ડ (Pakistan vs New Zealand) સામે 5 વિકેટથી જીત બાદ કાર્યક્રમના એન્કરે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેમનું અપમાન કર્યું. પાકિસ્તાન તરફથી 46 ટેસ્ટ અને 163 વનડે રમનાર 46 વર્ષના અખ્તર ઉભા થયા, તેમનું માઇક્રોફોન હટાવ્યું અને જતા રહ્યા.
સર વિવિયન રિચર્ડ્સ સહિતના દિગ્ગજો સ્તબ્ધ થઈ ગયા
કાર્યક્રમના યજમાન નૌમાન નિયાઝે તેમને પાછા બોલાવવાનો પ્રયત્ન ના કર્યો અને કોઈ પ્રતિક્રિયા ના દર્શાવી અને કાર્યક્રમ ચાલું રાખ્યો, પરંતુ કાર્યક્રમના અન્ય મહેમાન સર વિવિયન રિચર્ડ્સ, ડેવિડ ગોવર, રાશિદ લતીફ, ઉમર ગુલ, આકિબ જાવેદ અને પાકિસ્તાનની મહિલા ટીમની કેપ્ટન સના મીર આ જોઇને સ્તબ્ધ હતા.
લોકોએ નિયાઝને માફી માંગવા કહ્યું
અખ્તરના કાર્યક્રમ છોડીને જવાથી સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો. લોકોએ નિયાઝને માફી માંગવા કહ્યું. અખ્તર અને નિયાઝની વચ્ચે વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. અખ્તરે બુધવારના ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.
નોમાને અસભ્યતા બતાવી: અખ્તર
અખ્તરે ટ્વીટ કર્યું કે, સોશિયલ મીડિયા પર અનેક વિડીયો આવી રહ્યા છે. આ કારણે મેં વિચાર્યું કે, મારે મારી સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. નોમાને અસભ્યતા બતાવી અને તેમણે મને કાર્યક્રમ છોડવા માટે કહ્યું. આ ઘણું શરમજનક હતું, કેમકે તમારી સાથે સર વિવિયન રિચર્ડ્સ અને ડેવિડ ગોવર જેવા દિગ્ગજ તથા મારા સમકાલીન અને વરિષ્ઠ પણ સેટ પર બેઠા હતા અને લાખો લોકો આને જોઇ રહ્યા હતા.
નોમાને માફી માંગવાની ના કહી
અખ્તરે કહ્યું કે, મેં એ કહીને તમામને શરમજનક સ્થિતિ બચાવવાનો પ્રયત્ન કે, હું પરસ્પર સહમતિથી નોમાનની મસ્તી કરી રહ્યો છું. નોમાન પણ વિનમ્રતાથી માફી માંગશે અને આપણે કાર્યક્રમ આગળ ચાલું રાખીશું. તેમણે માફી માંગવાની ના કહી દીધી, ત્યારબાદ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો.
કેમ થયો વિવાદ?
આ સમસ્યા ત્યારે પેદા થઈ જ્યારે અખ્તરે એન્કરના પ્રશ્ન પર ધ્યાન ન આપ્યું અને ઝડપી બોલર હારિસ રઉફને લઇને વાત કરી અને પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી લાહોર કલંદર્સ અને તેના કોચ આકિબની પ્રશંસા કરી. નોમાને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો અને તે અખ્તરથી ખિજાઈ ગયા. તેમણે શોએબને કહ્યું કે, તે તેમને મહત્વ નથી આપી રહયો અને તે આ સહન નહીં કરે.
અને પછી અખ્તરે આપી દીધું રાજીનામું
એન્કરે કહ્યું કે, તમે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો અને હું તમને જણાવી રહ્યો છું કે, તમે કાર્યક્રમ છોડીને જઇ રહ્યા છો. ત્યારબાદ બ્રેક લઇ લેવામાં આવ્યો. અખ્તરે થોડીકવાર પછી અન્ય નિષ્ણાતોની માફી માંગી અને પછી જાહેરાત કરી કે તે પીટીવી સ્પોર્ટ્સથી રાજીનામું આપી રહ્યો છે.
આ પણ વાંચો: ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનારા ઈરફાન પઠાણનો આજે જન્મદિવસ
આ પણ વાંચો: દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજી કરી, VVS લક્ષ્મણ એનસીએમાં કાર્યભાર સંભાળે તેવી શક્યતા