ગુજરાત

gujarat

ETV Bharat / sports

Shardul Thakur marriage: બહુ જલ્દી લગ્નના બંધનમાં જોડાશે શાર્દુલ ઠાકુર, જાણો ડિટેલ્સ - शार्दुल ठाकुर

કેએલ રાહુલ અને અક્ષર પટેલ બાદ શાર્દુલ ઠાકુર પણ સેટલ થવા જઈ રહ્યો છે. મળેલી માહિતી શાર્દુલ ઠાકુર 27 ફેબ્રુઆરીએ મિતાલી પારુલકર સાથે લગ્ન કરશે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકરે વર્ષ 2020 માં સગાઇ કરી હતી.

Shardul Thakur Weds Mittali parulkar marriage 27 February
Shardul Thakur Weds Mittali parulkar marriage 27 February

By

Published : Feb 25, 2023, 1:49 PM IST

નવી દિલ્હી: ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર મિતાલી પારુલકર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેએ 29 નવેમ્બર 2022ના રોજ સગાઈ કરી હતી. રોહિત શર્મા સહિત નજીકના સંબંધીઓ અને મિત્રો મુંબઈમાં તેમની સગાઈ સમારંભમાં પહોંચ્યા હતા. શાર્દુલ અને મિતાલીના ઘરે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. શાર્દુલ તેના ઘરે ચાલી રહેલી લગ્નની વિધિઓ દરમિયાન પણ ઘણો ઝૂલતો જોવા મળ્યો હતો. મિતાલી પારુલકર એક બિઝનેસ વુમન છે.

ફેબ્રુઆરીમાં લગ્ન કરશે શાર્દૂલ ઠાકૂર: શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરના ઘરે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. શાર્દુલ આ ધાર્મિક વિધિઓની મજા મણિ રહ્યો છે. મિતાલીના ઘરે પણ લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. મિતાલી પણ લગ્નની રીતિ-રિવાજો માણી રહી છે. બંનેના લગ્નને લઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે. આવતા સોમવારે (27 ફેબ્રુઆરી) બંને એકબીજાના હશે..

આ પણ વાંચોUmran Malik Video: આ ફાસ્ટ બોલર ODI સિરીઝમાં કાંગારૂઓ પર ભારે પડી શકે છે

શાર્દુલ ઠાકુર ભારતીય ટેસ્ટ ટીમમાં શામેલ: શાર્દુલ ઠાકુર ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીનો ભાગ છે. આ શ્રેણીમાં ત્રણ વનડે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 17 માર્ચે વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં, બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે બે ટેસ્ટ મેચ હારી ચૂકી છે. ત્રીજી ટેસ્ટ મેચ 1-5 માર્ચ દરમિયાન ઈન્દોરમાં રમાશે અને ચોથી અને છેલ્લી મેચ 9-13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચોVirat Kohli Video: કોહલીએ ધોનીને ગણાવ્યા બેસ્ટ ફ્રેન્ડ, કહ્યું- ખરાબ સમયમાં સાથ આપ્યો

શાર્દુલ ઠાકુરનું કરિયર:શાર્દુલ ઠાકુરે ભારત માટે 67 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 8 ટેસ્ટ, 34 ODI અને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં 107 વિકેટ ઝડપી છે. શાર્દુલે 12 ઓક્ટોબર 2018ના રોજ હૈદરાબાદ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. 31 ઓગસ્ટ 2017ના રોજ, શાર્દુલે શ્રીલંકા સામે તેની ODI ડેબ્યૂ કર્યું હતું. T20 ઇન્ટરનેશનલમાં, શાર્દુલે 21 ફેબ્રુઆરી 2018ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details