ગુજરાત

gujarat

ETV Bharat / sports

રાહુલ દ્રવિડે કહ્યું- "શેન વોર્ન સામે રમવાનો લાભ અને સન્માન મળ્યું"

લેગ સ્પિન કળાને નવુ જીવન આપનાર શેન વોર્નનું (Death of Shane Warne) 52 વર્ષની વયે હ્રદય હુમલાના કારણે શુક્રવારના રોજ થાઈલેન્ડમાં મૃત્યુ નિપજ્યું હતું, તેથી ક્રિકેટ જગતમાં ભારે શોકની (Mourning in world of cricket) લાગણી છવાઈ ગઈ હતી.

રાહુલ દ્રવિડ કહ્યું- "શેન વોર્ન સામે રમવાનો વિશેષાધિકાર અને સન્માન મળ્યું છે"
રાહુલ દ્રવિડ કહ્યું- "શેન વોર્ન સામે રમવાનો વિશેષાધિકાર અને સન્માન મળ્યું છે"

By

Published : Mar 6, 2022, 2:10 PM IST

મોહાલી: શેન વોર્નના આકસ્મિક અવસાનને (Death of Shane Warne) "વ્યક્તિગત ખોટ" ગણાવતા, ભારતના બેટિંગ લિજેન્ડ અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે શનિવારે કહ્યું કે, જ્યાં સુધી ક્રિકેટ રમાય છે, ત્યાં સુધી ઓસ્ટ્રેલિયન સ્પિનર (Australian spinner)ને યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો:Shane Warne Death : શેન વોર્નના મોતનું સાચું કારણ આવ્યું સામે, જાણો કઇ રીતે થયું નિધન

ક્રિકેટ જગતમાં ભારે શોકની લાગણી

લેગ સ્પિન કળાને નવુ જીવન આપનાર શેન વોર્નનું (Death of Shane Warne) 52 વર્ષની વયે હ્રદય હુમલાના કારણે શુક્રવારના રોજ થાઈલેન્ડમાં મૃત્યુ નિપજ્યું હતું, જેથી ક્રિકેટ જગતમાં ભારે શોકની (Mourning in world of cricket) લાગણી છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો:shane warne dies : દિગ્ગજ સ્પિનર ​​શેન વોર્નનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનું મોજું

શેન વોર્ન સામે રમવાનો વિશેષાધિકાર અને સન્માન મળ્યું: રાહુલ દ્રવિડ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાયેલા વીડિયોમાં દ્રવિડે કહ્યું કે, "મને શેન વોર્ન સામે રમવાનો વિશેષાધિકાર અને સન્માન મળ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, મને તેને અંગત રીતે જાણવાનો, તેની સાથે રમવાનો લ્હાવો મળ્યો છે. જે મારી ક્રિકેટ કારકિર્દીની ખાસ વાતોમાની એક હશે. વધુમાં રાહુલ દ્રવિડે કહ્યું કે, "તે ખરેખર "વ્યક્તિગત ખોટ" જેવું લાગે છે. જ્યાં સુધી આ રમત રમાશે ત્યાં સુધી શેન વોર્ન અને રોડની માર્શ યાદ રહેશે"

ABOUT THE AUTHOR

...view details