- વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
- સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી
- રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી કરવામાં આવી
- પસંદગી પામેલ ખેલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે.
સુરત : BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પેહલા સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ખિલાડીઓ ત્રણ ખિલાડીઓ તથા ચાર ખિલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે એક સાથે સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે સુરત માટે ખુબજ ગૌરવની વાત છે.
ગુજરાતની ટીમમાં રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી.
BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં આ સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં સુરતની રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી કરવામાં આવી છે. તે પણ ખુબજ ગૌરવની વાત છે.
આ પણ વાંચો : IPLનું સુરક્ષિત આયોજન કરવા BCCIએ 100 સભ્યોની મેડીકલ ટીમ બનાવી