નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે (Former cricketer Sanjay Manjrekar) વિરાટ કોહલીના ભારતની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવા પાછળના કારણોનો ખુલાસો કરતા કહ્યું કે, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં હાર બાદ બેટ્સમેનને કેપ્ટનશિપ ગુમાવવાનો ડર હતો. ભારત કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા (in vs sa 3rd test 2022) સામે સાત વિકેટે શ્રેણી 1-2થી હારી ગયાના એક દિવસ પછી, વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું (Virat Kohli resigns as captain) આપ્યું હતું.
ટેસ્ટ ટીમને ઊંચાઈઓ પર લઈ જવા બદલ અભિનંદન
કોહલીએ પોતાનો નિર્ણય જાહેર કર્યા બાદ ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેને ટેસ્ટ ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જો કે, ESPN Cricinfo સાથે વાત કરતા માંજરેકરે કહ્યું કે કોહલીનો કેપ્ટન તરીકેનો (Virat Resigns as India's Test Captain) કાર્યકાળ તમામ ફોર્મેટમાં ખૂબ જ ઝડપથી સમાપ્ત થયો.
"વિરાટ કોહલી નથી ઈચ્છતો કે કોઈ તેને કેપ્ટન પદ પરથી હટાવે"
માંજરેકરે કહ્યું(Manjrekar says Virat) કે, કોહલીએ બહુ ઓછા સમયમાં એક પછી એક સફેદ બોલની કેપ્ટનશીપ અને આઈપીએલની કેપ્ટનશીપ છોડી દીધી. આ પણ અણધાર્યું હતું, પરંતુરસપ્રદ વાત એ છે કે એક પછી એક ત્રણેય ફોર્મેટમાં આટલી ઝડપથી રાજીનામા આપી દીધા. માંજરેકરને લાગ્યું કે વિરાટ કોહલી નથી ઈચ્છતો કે કોઈ તેને કેપ્ટન પદ પરથી હટાવે. માંજરેકરે કહ્યું કે, મને લાગે છે કે તે એક સુકાની તરીકે પોતાની જાતને કોઈ પણ રીતે ખરાબ સાબિત થતો જોવા માંગતો ન હતો. તેથી જ્યારે તેને લાગ્યું કે હવે તેની સુકાનીપદ ખતરામાં છે ત્યારે તેણે પોતે જ સુકાની પદ પરથી હટી ગયો.