નવી દિલ્હીઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ જીતનાર સંદીપ શર્માની નવજાત પુત્રીએ પણ છેલ્લી ઓવરમાં પોતાના કારનામા જોયા છે. તેની પત્ની અને પુત્રી ઘરે બેસીને ટીવી પર મેચ જોતા હોવાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
છેલ્લી ઓવરની મેચનો રોમાંચ: આ ક્લિપમાં જોઈ શકાય છે કે, સંદીપ શર્માની નવજાત પુત્રી તેની માતાના ખોળામાં બેસીને રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી છેલ્લી ઓવરની મેચનો રોમાંચ જોઈને આનંદથી હસી રહી છે. ક્રિકઇન્ફો વેબસાઇટ દ્વારા આનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ,સંદીપ શર્માની દીકરી તેની માતાના ખોળામાં બેસીને પિતા સંદીપ શર્માની શાનદાર બોલિંગનો આનંદ માણી રહી છે.
આ પણ વાંચો:CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, ધોની ઘૂંટણની ઈજાથી છે પરેશાન