અમદાવાદ : આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહી છે. ભારતની અંડર 19 મહિલા ટીમે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ જીત્યો છે. જે મહિલાનું સન્માન આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે આ સિદ્ધિને બિરદાવા માટે ભારતના દિગ્ગજ ખેલાડીઓમાંના એક ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર પણ હાજર રહેશે.
અંડર19 T20 વર્લ્ડ કપ જીતની ખુશી : દરેક ક્ષેત્રે હવે મહિલાઓ ધીમે ધીમે પોતાનું યોગદાન પુરુષોની બરાબરી આપતી જોવા મળી રહી છે તેમાં રમત જગત પણ બાકાત નથી. રમત જગત ક્ષેત્રમાં પણ મહિલાઓ પોતાનું યોગદાન આપી દેશનું નામ રોશન કરી રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકા રમવામાં આવેલ અંડર19 T20 વર્લ્ડ કપમાં પણ ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને અંડર19 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જેના સંદર્ભમાં બીસીસીઆઈ દ્વારા 5 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો India vs New Zealand 3rd T20I : આવું છે અમદાવાદનું હવામાન, હાઈ સ્કોરિંગ મેચની છે શક્યતા
મહિલા ક્રિકેટરોનું સન્માન : ભારતની અંડર19 મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં જ સાઉદ આફ્રિકા T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. આવતીકાલે અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે BCCIના સેક્રેટરી જય શાહ અને BCCI હોદ્દેદારો તેમજ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની હાજરીમાં આ તમામ મહિલા ક્રિકેટરનું સન્માન કરવામાં આવશે.