ગુજરાત

gujarat

ETV Bharat / sports

Sachin B'day Special: ગોડ ઓફ ક્રિકેટનો આજે 50મો જન્મદિવસ, સચિન...સચિન...સચિન... - SACHIN TENDULKAR 50TH BIRTHDAY

ક્રિકેટ જગતના 'ભગવાન' કહેવાતા સચિન તેંડુલકર આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સચિને 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો અને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન સતત રેકોર્ડ બનાવતા રહ્યા હતા.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 24, 2023, 9:56 AM IST

હૈદરાબાદઃ ક્રિકેટ જગતના 'ભગવાન' કહેવાતા સચિન તેંડુલકર આજે પોતાનો મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સચિને 16 વર્ષ 205 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો, ત્યારબાદ માસ્ટર બ્લાસ્ટરે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેની કારકિર્દી દરમિયાન એકથી વધુ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.

સચિન નામ કેવી રીતે પડ્યુંઃસચિનનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ નિર્મલ નર્સિંગ હોમ, શિવાજી પાર્ક, રાનડે રોડ, મુંબઈમાં થયો હતો. તેમના પિતા રમેશ તેંડુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખ્યું હતું. 1983માં જ્યારે ભારતે કપિલ દેવની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીત્યો ત્યારે સચિને પણ ભારત માટે ક્રિકેટ રમવાનું સપનું જોયું અને તેને સાકાર કર્યું હતું.

આ પણ વાંચોઃOne Family Dinner: સચિન સહિત મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તિલક વર્માના ઘરે ડિનર લીધું

16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશઃઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકતા પહેલા જ સચિને ઘરેલુ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું હતું. તેણે રણજી ડેબ્યૂ, દુલીપ ટ્રોફી ડેબ્યૂ અને ઈરાની કપ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેંડુલકરે 15 નવેમ્બર 1989ના રોજ માત્ર 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 16 નવેમ્બર 2013ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ 24 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં સચિને તે બધું હાંસલ કર્યું જે આજના યુગમાં દરેક ખેલાડીનું સપનું હોય છે.

સચિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

  • સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. 200 ટેસ્ટ મેચોમાં, તેણે તેના બેટથી 53.79ની સરેરાશથી 15,921 રન બનાવ્યા અને 3129 ઇનિંગ્સમાં 51 સદી અને 68 અડધી સદી ફટકારવામાં પણ તે સફળ રહ્યો.
  • સચિને ટેસ્ટ ક્રિકેટમાં છ બેવડી સદી પણ ફટકારી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 248 રન હતો. તેણે આ ઇનિંગ બાંગ્લાદેશ સામે રમી હતી.
  • સચિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 100 સદી ફટકારી અને આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.
  • 200 ટેસ્ટ મેચોની સાથે, તેણે સૌથી વધુ 463 ODI રમી અને 44.83ની એવરેજથી 18426 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેના બેટથી 69 અડધી સદી અને 46 સદી પણ જોવા મળી હતી.
  • સચિન તેંડુલકર ODIમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.રસપ્રદ વાત એ છે કે સચિન આંતરરાષ્ટ્રીય ટી20 મેચ પણ રમી ચૂક્યો છે. આ મેચ 2006માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિને 10 રન બનાવીને એક વિકેટ ઝડપી હતી.

સચિનની સિદ્ધિઓ

  • 16 માર્ચ 2012ના રોજ મીરપુર ખાતે બાંગ્લાદેશ સામે કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય સદી
  • ODIમાં સૌથી વધુ રન (18426) ODIમાં સૌથી વધુ 49 સદી
  • ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન (2278)
  • ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી (51) ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (15921)
  • વનડેમાં સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ (15)
  • વનડેમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ (62)
  • આંતરરાષ્ટ્રીય મેચોમાં 34,000 થી વધુ રન બનાવવાનો રેકોર્ડ
  • વનડેમાં એક જ મેદાન પર બે વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ
  • 2011માં ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય

ABOUT THE AUTHOR

...view details