ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL SRH VS RR 2023 : હૈદરાબાદ સામે રાજસ્થાનની 72 રને જીત

બટલર 54 રન બનાવી આઉટ. જોસ બટલરની ઝડપી અડધી સદી, માત્ર 20 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા.

By

Published : Apr 2, 2023, 1:09 PM IST

Updated : Apr 2, 2023, 7:23 PM IST

Etv BharatIPL SRH VS RR 2023
Etv Bharathttp://10.10.50.85:IPL SRH VS RR 20236060/finalout4/gujarat-nle/thumbnail/02-April-2023/18148603_thumbnail_16x9_ggg.jpg

નવી દિલ્હી: IPL 2023ની ત્રીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બપોરે 3.30 વાગ્યે રમાશે. રાજસ્થાન રોયલ્સ (RR) 2008માં યોજાયેલી IPLની પ્રથમ આવૃત્તિની ચેમ્પિયન છે. ત્યાર બાદ શેન વોર્ન રાજસ્થાનનો કેપ્ટન હતો. રાજસ્થાન ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે હારીને રનર્સઅપ રહ્યું હતું. અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SH) બે વખત ચેમ્પિયન છે.

આ પણ વાંંચો:Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

બંન્ને ટીમો સામ સામે: સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં રોયલ્સનો દબદબો રહ્યો છે. રોયલ્સ 3 વખત જીત્યું જ્યારે હૈદરાબાદ 2 મેચ જીતી શક્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ એ બે વખત (2009, 2016) આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર સનરાઇઝર્સનો કેપ્ટન છે. તે જ સમયે, મયંક અગ્રવાલ પણ ટીમમાં છે, જે ગત સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન હતા. રાહુલ ત્રિપાઠી અને હેરી બ્રુક જેવા ડેશિંગ બેટ્સમેન પોતાના દમ પર મેચ જીતી શકે છે.

બંન્ને ટીમોનું જમા પાસુ: આરઆરની ટીમમાં જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન જેવા સારા બેટ્સમેન છે. રોયલ્સ પાસે એક શાનદાર બેટિંગ લાઇનઅપ છે, ત્યાં આર અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ જેવા બોલરો પણ છે. તેથી જ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે.

આ પણ વાંચો:LSG Vs DC 3rd IPL 2023 : દિલ્હી કેપિટલ સામે લખનૌ સુપર જાયન્ટ્સની 50 રનથી જીત, માર્ક વુડે 5 વિકેટ ઝડપી

રાજસ્થાન રોયલ્સ સંભવિત ટીમઃ 1 જોસ બટલર (વિકેટકીપર બેટ્સમેન), 2 યશસ્વી જયસ્વાલ, 3 દેવદત્ત પડીક્કલ, 4 સંજુ સેમસન (કેપ્ટન), 5 શિમરોન હેટમીયર, 6 રિયાન પરાગ, 7 આકાશ વશિષ્ઠ, 8 આર અશ્વિન, 91 યુવેન્દ્ર, જા. ચહલ, 11 ટ્રેન્ટ બોલ્ટ.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત ટીમઃ 1 અભિષેક શર્મા, 2 મયંક અગ્રવાલ, 3 રાહુલ ત્રિપાઠી, 4 હેરી બ્રૂક, 5 ગ્લેન ફિલિપ્સ (WK), 6 અબ્દુલ સમદ, 7 વોશિંગ્ટન સુંદર, 8 અકીલ હુસૈન, 9 ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), 10 ઉમરાન મલિક , 11 ટી નટરાજન.

Last Updated : Apr 2, 2023, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details