નવી દિલ્હીઃભારતીય ક્રિકેટર રોહિત શર્માને (Rohit Sharma fitness) નેટ પ્રેક્ટિસ દરમિયાન ડાબા હાથે જે ઈજા પહોંચી હતી, તેમાંથી તે ઘીમે ઘીમે સ્વસ્થ થઇ રહ્યો છે. તેની પાસે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ (West Indies Series 2022) સામેની છ મેચોની મર્યાદિત ઓવરોની શ્રેણી (Home White Ball Series) દરમિયાન પુનરાગમન કરવાની શાનદાર તક હશે.
રોહિત ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હતો
રોહિતને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ટીમના રવાના થતા પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઇજા પહોંચી અને તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. સંપૂર્ણ ફિટનેસ પ્રાપ્ત ન કરવાના કારણે રોહિત દક્ષિણ આફ્રિકામાં રમાનારી ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો.
T20 આંતરરાષ્ટ્રીય મેચ 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે
BCCIના એક સૂત્રએ નામ ના પૂછવાની શરતે PTIને જણાવ્યું કે, નેશનલ ક્રિકેટ એકેડમીમાં રોહિતનું રિહૈબિલિટેશન સારી રીતે ચાલી રહ્યું છે. તે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે સ્વસ્થ થઈ જશે તેવી અપેક્ષા રખાય છે. અમદાવાદમાં 6 ફેબ્રુઆરીએ યોજાનારી પ્રથમ વનડે મેચમાં હજુ ત્રણ સપ્તાહનો સમય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં (West Indies Series 2022) ત્રણ વનડે અને T20 ઈન્ટરનેશનલ મેચો (T20 International Match) રમાશે. વન-ડે મેચ 6 થી 12 ફેબ્રુઆરી દરમિયાન રમાશે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય મેચ 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે.
રોહિત લાંબા સમયથી હેમસ્ટ્રિંગની સમસ્યાથી લડી રહ્યો છે
રોહિત લાંબા સમયથી હેમસ્ટ્રિંગની સમસ્યાથી લડી રહ્યાં છે. આ કારણોસર, તે વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મર્યાદિત ઓવરોની શ્રેણી પછી પ્રથમ બે ટેસ્ટ મેચની ટીમમાંથી બહાર હતો. BCCIની વર્તમાન નીતિ મુજબ, દરેક ખેલાડીએ પરત ફરતા પહેલા NCAમાં ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાવીને ફિટ ટુ પ્લેનું પ્રમાણપત્ર મેળવવું પડશે. આ પ્રક્રિયા પછી જ પસંદગી સમિતિને ખેલાડીની ઉપલબ્ધતા વિશે જાણ કરવામાં આવે છે.