હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને હૈદરાબાદનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખૂબ જ પસંદ છે. રોહિત શર્માએ અહીં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. જો IPLમાં રોહિત શર્માના રેકોર્ડને જોવામાં આવે તો આજે તે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. જો રોહિત શર્મા આજે વધુ 14 રન બનાવશે તો તે IPLમાં 6000 રન બનાવનાર ચોથો ખેલાડી બની જશે.
આ પણ વાંચોઃRCB vs CSK : ક્રિકેટર કે જિમ્નાસ્ટ...અજિંક્ય રહાણે મેદાનમાં લગાવી રહ્યો છે આગ
રોહિત શર્માનો રેકોર્ડઃ રોહિત શર્માએ અત્યાર સુધી IPLમાં રમાયેલી 231 મેચોની 226 ઇનિંગ્સમાં 5986 રન બનાવ્યા છે, 28 વખત નોટઆઉટ રહ્યો છે, જેમાં એક સદી અને 41 અડધી સદી સામેલ છે. આ દરમિયાન રોહિતે 529 ફોર અને 247 સિક્સ પણ ફટકારી છે.
IPLમાં રેકોર્ડ બનાવનાર ખેલાડીઓમાં સામેલઃ તમને જણાવી દઈએ કે, રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રોહિત શર્માએ 38.83ની એવરેજથી કુલ 466 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી સામેલ છે. અહીં તેનો સ્ટ્રાઈક રેટ પણ 139.10 છે. એટલા માટે કહેવાય છે કે, રોહિત શર્માને આ સ્ટેડિયમ ઘણું પસંદ છે. એટલા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આજે પણ રોહિત શર્મા અહીં શાનદાર ઇનિંગ રમશે અને IPLમાં 6000 રન પૂરા કરી ચૂકેલા ખેલાડીઓમાં સામેલ થશે.
આ પણ વાંચોઃGT vs RR 2023: આર અશ્વિન ત્રીજા બોલે આઉટ થતા દુ:ખ સહન ન કરી શકી લાડકી, ભાવુક વીડિયો થયો વાયરલ
કોનું નામ છે સામેલઃIPLમાં અત્યાર સુધી 6000 રન બનાવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલી, શિખર ધવન અને ડેવિડ વોર્નરનું નામ સામેલ છે. વિરાટ કોહલીએ IPLમાં 6844 રન બનાવ્યા છે, જ્યારે શિખર ધવને 6477 રન બનાવ્યા છે. આ સાથે જ દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે 6109 રન બનાવ્યા છે.