કાનપુરકાનપુર ગ્રીન પાર્ક (Kanpur Green Park) સ્ટેડિયમ આજે ક્રિકેટ ચાહકોથી ગુંજી ઉઠશે.રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (road safety world series first match) આજથી અહીં શરૂ થશે. પ્રથમ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા (india vs south africa cricket match) વચ્ચે રમાવાની છે. કાનપુરના ગ્રીન પાર્કમાં આજે ઇન્ડિયા લિજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ વચ્ચે ટક્કર થશે. મેચ પહેલા જ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
પ્રેક્ટિસ : શુક્રવારે સાંજે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ખૂબ જ રોમાંચક નજારો જોવા મળ્યો હતો. ઈન્ડિયા લિજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ્સના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા મેદાનમાં પહોંચ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા સચિન, યુવરાજ, સુરેશ રૈના અને મુનાફ પટેલ જેવા ખેલાડીઓએ ઘણા બોલ બાઉન્ડ્રી લાઈન પાર કર્યા.