નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે પોતાના લગ્નની વાતનો ખુલાસો કર્યો છે. ઋતુરાજ અને તેની પત્ની ઉત્કર્ષા પવાર બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. ઋતુરાજ-ઉત્કર્ષાના લગ્નમાં દક્ષિણ સંસ્કૃતિની ઝલક જોઈને ચાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. હવે ઋતુરાજે તેના ચાહકોને બધું સ્પષ્ટપણે કહી દીધું છે. આ CSK ઓપનરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે અને તેને ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે. આ પોસ્ટના કેપ્શને બધું સાફ કરી દીધું છે.
ઋતુરાજે કારણ જણાવ્યું:સોમવારે, 12 જૂનના રોજ, CSKના દિગ્ગજ ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ઋતુરાજ ગાયકવાડ તેની પત્ની ઉત્કર્ષા પવાર સાથે જોવા મળે છે. આ તસવીરો ઋતુરાજ-ઉત્કર્ષા રિંગ સેરેમનીની છે. પરંતુ આ પહેલા 3 જૂને ઋતુરાજે ઉત્કર્ષા સાથે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં લગ્ન કર્યા હતા. જે બાદ ગાયકવાડે એક રહસ્ય ખોલવા માટે આ ફોટા શેર કર્યા હતા. તેણે જણાવ્યું કે તેની પત્ની ઉત્કર્ષાએ લગ્ન સમારંભ દક્ષિણની સંસ્કૃતિ અને ચેન્નાઈના લોકોને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. આમ કરીને ઉત્કર્ષા ચેન્નાઈના લોકો પ્રત્યે પોતાનું સન્માન દર્શાવવા માંગતી હતી. કારણ કે આ લોકોએ ઋતુરાજની IPL કરિયરની શરૂઆતમાં ઘણો સાથ આપ્યો હતો.