ગુજરાત

gujarat

ETV Bharat / sports

રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી શકશે નહીં, ઈશાન કીશન મળી શકે છે તક - બોર્ડર ગાવસ્કર ટ્રોફી

BCCIએ ટૂંક સમયમાં નક્કી કરવું પડશે કે, ફેબ્રુઆરીમાં ભારતમાં યોજાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું (Rishabh Pant) સ્થાન કોણ લેશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી (border gavaskar trophy) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારતે ગત વખતે આ શ્રેણી જીતી હતી.

Etv Bharatરિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી શકશે નહીં, ઈશાન કીશન મળી શકે છે તક
Etv Bharatરિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી શકશે નહીં, ઈશાન કીશન મળી શકે છે તક

By

Published : Jan 1, 2023, 12:44 PM IST

નવી દિલ્હી: BCCIએ ટૂંક સમયમાં નક્કી કરવું પડશે કે, ફેબ્રુઆરીમાં ભારતમાં યોજાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું (Rishabh Pant) સ્થાન કોણ લેશે. કાર અકસ્માત બાદ રિષભ પંતના 'લિગામેન્ટ ફાટી' અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી પરંતુ જો BCCI ના સૂત્રોનું માનીએ તો તે ઓસ્ટ્રેલિયા (border gavaskar trophy) સામેની આગામી શ્રેણીમાં રમી શકશે નહીં.

BCCI ખેલાડીઓની શોધ કરી રહી છે: પંત લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર હોઈ શકે છે, કારણ કે તેને અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે 2 વિકેટ કીપર બેટ્સમેનોની પસંદગી નવી પસંદગી સમિતિ માટે સૌથી મોટો પડકાર હશે. ટેસ્ટ વિકેટકીપર માટે કયો ખેલાડી યોગ્ય રહેશે તે અંગે BCCI ખેલાડીઓની શોધ કરી રહી છે.

ઉપેન્દ્ર યાદવ અને ઈશાન કિશનમાંથી કોઈ એકની પસંદગી:નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે કોઈ ખેલાડીને તકઆપવામાં આવશે કે, કેમ તે જોવું રસપ્રદ રહેશે. BCCI વિકેટકીપર ઉપેન્દ્ર યાદવ અને ઈશાન કિશનમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. શુક્રવારે સવારે દિલ્હીથી રૂરકી જતી વખતે પંતે તેની મર્સિડીઝ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જે ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેની મેક્સ દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે.

પંતના ઘણા અંગોમાં સોજો છે:જો કે 'એક્સ-રે' અને 'સીટી સ્કેન'ના રિપોર્ટમાં મગજ અને કરોડરજ્જુમાં કોઈ ફ્રેક્ચર કે કોઈ ઈજા દેખાઈ નથી. પરંતુ તેના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં મલ્ટીપલ 'લિગામેન્ટ ટિયર્સ'ના કારણે તે ચોક્કસપણે લાંબા સમય સુધી બહાર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે તેને મેદાનમાં પરત ફરતા 2 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. બીસીસીઆઈના એક સૂત્રએ ગોપનીયતાની શરતે કહ્યું કે, 'પંતના ઘણા અંગોમાં સોજો છે અને પગની ઘૂંટી અને ઘૂંટણની એમઆરઆઈ કરવાની બાકી છે.

નવી પસંદગી સમિતિ પાસે 3 વિકલ્પ હશે: એકવાર તે મુસાફરી કરવા માટે ફિટ થઈ જાય પછી, તે મુંબઈ આવશે જ્યાં તે ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ રહેશે, જેઓ બોર્ડ દ્વારા સૂચિબદ્ધ છે. નવી પસંદગી સમિતિ પાસે 3 વિકલ્પ હશે. ઈન્ડિયા A ના બે વિકેટ કીપર ભરત અને ઉપેન્દ્ર યાદવ મુખ્ય ટીમ સાથે જોડાશે અથવા ડાબોડી વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન ટીમમાં સ્થાન મેળવશે.

ABOUT THE AUTHOR

...view details