નવી દિલ્હીઃએશિઝ શ્રેણી 2023ની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્ઝના હેડિંગ્લે ખાતે રમાશે. આ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 જુલાઈ ગુરુવારે શરુ થશે. ઈંગ્લેન્ડની ટીમને એશિઝની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે હવે ત્રીજી ટેસ્ટ માટે યજમાન ઈંગ્લેન્ડની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે. હવે ઈંગ્લેન્ડ હેડિંગ્લે ખાતે યોજાનારી ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે તેની સંપૂર્ણ તૈયારીમાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા 5 મેચની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-0થી આગળ છે.
ઈંગ્લેન્ડ એશિઝ શ્રેણીમાં 0-2થી પાછળ છે:ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે, ઈંગ્લેન્ડે સિનિયર ફાસ્ટ બોલર જિમી એન્ડરસનના સ્થાને ત્રીજી ટેસ્ટમાં જોશ ટંગને રમાડવો જોઈએ. પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડ એશિઝ શ્રેણીમાં 0-2થી પાછળ છે. 40 વર્ષીય ફાસ્ટ બોલરે પ્રથમ 2 ટેસ્ટમાં માત્ર 3 વિકેટ લીધી હતી અને આશ્ચર્યજનક રીતે બે કેચ છોડ્યા હતા. જોશ ટંગને બીજી ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી. ટંગે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથને પ્રથમ દાવમાં બે વખત આઉટ કર્યા હતા. પોન્ટિંગને લાગે છે કે ટંગને ફરી એકવાર ટીમમાં સામેલ કરવો જોઈએ.