નવી દિલ્હી : સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને એલિસા હીલીની આગેવાની હેઠળની યુપી વોરિયર્સ વચ્ચે આજે રોમાંચક મેચ જોવા મળી શકે છે. યુપી વોરિયર્સની આ સિઝનની ત્રીજી મેચ છે. તે જ સમયે, RCB તેની ચોથી મેચ રમશે. યુપી વોરિયર્સે તેની પ્રથમ મેચ 5 માર્ચે ગુજરાત જાયન્ટ્સ સામે રમી હતી, જેમાં એલિસા હીલીની ટીમનો 3 વિકેટે વિજય થયો હતો.
દિલ્હી કેપિટલ્સ : UP વોરિયર્સ (UPW) ને 7 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, RCBને 5 માર્ચે દિલ્હી કેપિટલ્સના હાથે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચ 6 માર્ચે રોયલ મુંબઈ ઈન્ડિયન્સ સામે નવ વિકેટે હારી ગઈ હતી.
ગુજરાત જાયન્ટ્સ : RCBની હારની હેટ્રિક 8 માર્ચે થઈ હતી જ્યારે તેને ગુજરાત જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. RCB ત્રણેય મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આરસીબીના બોલરોએ અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. ટીમના ત્રણ મુખ્ય બોલર રેણુકા સિંહ, પ્રીતિ બોસ અને મેગન શૂટ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં માત્ર ત્રણ જ વિકેટ લઈ શક્યા છે.