નવી દિલ્હી:બેંગલુરુમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ મુકાબલો હતો. મુંબઈ IPLની સૌથી સફળ ટીમ છે. આ ટીમ 2013, 2015, 2017, 2019, 2020માં ચેમ્પિયન બની છે. તે જ સમયે, રોયલ બે વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તે ટાઇટલ જીતી શકી નહોતી. 2009ની ફાઇનલમાં રોયલનો સામનો ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ સામે થયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે 171 રન બનાવ્યાઃ મુંબઈ ઈન્ડિયન્સે આજે રવિવારે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 172નો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત 1 રન, ઈશાન કિશન 10 રન, ગ્રીન 5 રન, સૂર્યકુમાર યાદવ 15 રન, તિલક વર્મા 84 રન(નોટ આઉટ) નેહલ 21 રન, ટિમ ડેવિડ 4 રન, ઋતિક શોકીન 5 રન, અરશદ ખાન 15 રન(નોટ આઉટ) નોંધાવ્યા હતા. 12 રન એક્સ્ટ્રા મળ્યા હતા.
બેંગ્લોરે 16.2 ઓવરમાં જ જીત મેળવીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 172નો લક્ષ્યાંક માત્ર 16.2 ઓવરમાં બે વિકટના નુકસાને ચેઝ કરી નાંખ્યો હતો. વિરાટ કોહલી 49 બોલમાં 82 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ડુ પ્લેસી 43 બોલમાં 72 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 3 બોલમાં શૂન્ય બનાવી શકયો હતો. તેમજ ગ્લેન મેક્સવેલ 3 બોલમાં 12 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.
બેંગ્લોરના બોલરોની કમાલઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાબોલરોમાં સિરાજે 4 ઓવર નાંખીને 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આર ટોપ્લે 2 ઓવરમાં14 રન આપી એક વિકેટ લીધી હતી. આકાશ દીપે 3 ઓવર નાંખી 29 રન આપી 1 એક વિકેટ લીધી હતી.હર્ષલ પટેલ 4 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ મેળવી હતી. કર્ણ શર્મા 4 ઓવરમાં 32 રનઆપીને 2 વિકેટ ઝડપી હતી. એમ બ્રાસવેલ 2 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી. મેક્સવેલેએક જ ઓવર નાંખી પણ 16 રન આપ્યા હતા.
મુંબઈના બોલર ધોવાયાઃ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની વાતકરીએ તો જેસન બેહરેન્ડ્રોફ 3 ઓવર નાંખીને 37 રન આપ્યા હતા. અરશદ ખાન 2.2 ઓવરમાં 28રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચર 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. પિયુષ ચાવલાએ4 ઓવર નાંખીને 26 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન બે ઓવરમાં 30 રન અને ઋતિક શોકીન એકઓવરમાં 17 રન આપ્યા હતા.