નવી દિલ્હીઃરવીન્દ્ર જાડેજાને પગમાં ઈજા થવાને કારણે રેસ્ટ (Ravindra Jadeja Resume to play) આપવામાં આવ્યો હતો. જેમાં હવે એક મોટી અપડેટ સામે આવી રહી છે. જાડેજાને રણજી ટ્રોફીમાં રમવા માટેની મંજૂરી મળી ગઈ છે. બોર્ડે આ માટે એને ફીટ જાહેર કરી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી પોતાની ઈન્જરીને કારણે તે મેદાનમાં આવતો ન હતો. હવે બોર્ડે પરમિશન આપી દેતા તે કમબેક કરવા માટે તૈયાર છે. ઈન્જરીને કારણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી એશિયા કપ ટુર્નામેન્ટ છોડવી પડી હતી. હાલ તે બેંગ્લુરૂમાં આવેલી ક્રિકેટ એકેડેમીમાં છે. તારીખ 9ના રોજ તે નાગપુરમાં રમાનારી ટેસ્ટ માટે જશે.
આ પણ વાંચોઃ Sourav Ganguly On Rishabh Pant :દિલ્હી કેપિટલ્સને પંતની ખોટ રહેશે
રણજી ટ્રોફીઃઆ ટ્રોફીની બીજી ટેસ્ટમેચ દિલ્હી અને અંતિમ ટેસ્ટમેચ ધર્મશાળામાં તથા અમદાવાદમાં રમાશે. સિલેક્ટર્સે જાડેજાની એ શરત સાથે પસંદગી કરી છે કે, એને એકેડેમી તરફથી સંપૂર્ણપણે ફીટ જાહેર કરાયો છે. જાડેજાએ બોલિંગ અને બેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પણ આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા પહેલા તેણે પોતાનો ફિટનેસ ટેસ્ટ દેવો પડશે. ગત વર્ષે જુલાઈ મહિનામાં તેમે એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. જે ઈંગ્લેન્ડ સામે હતી. નેસનલ ક્રિકેટ એકેડમી અને ભારતીય ટીમ મેનેજમેન્ટે જાડેજાને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભાગ લેતા પહેલ રણજી ટ્રોફીમાં રમવા માટેની મંજૂરી આપી.