ચેન્નઈ: રાજસ્થાન રોયલ્સના અનુભવી ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલ મેચમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. એક નિવેદન અનુસાર, અશ્વિનને આચાર સંહિતાની કલમ 2.7 હેઠળ લેવલ 1 ના અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેણે પોતાનો અપરાધ સ્વીકાર્યો હતો. આ મામલે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.
આ પણ વાંચો:IPL 2023 records: IPLમાં કોઈપણ એક ટીમ માટે આટલી મેચમાં કેપ્ટનશીપ કરનાર ધોની ચેપોકમાં સન્માનિત
ઓન-ફિલ્ડ અમ્પાયરના નિર્ણયથી તેઓ આશ્ચર્યચકિત:મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિને કહ્યું હતું કે, ઝાકળને કારણે ચેન્નાઈની સામે 12મી ઓવરમાં બોલ બદલવાના ઓન-ફિલ્ડ અમ્પાયરના નિર્ણયથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા, તેમ છતાં તેમની ટીમે આવી કોઈ વિનંતી કરી ન હતી. આવી સ્થિતિમાં અમ્પાયર કેવી રીતે મનસ્વી રીતે બોલ બદલી શકે છે.