નવી દિલ્હીગુજરાતના ઓપનર પ્રિયાંક પાંચાલ (Priyank Panchal) ને ન્યૂઝીલેન્ડ (New Zealand) એ સામે કેપ્ટન તરીકે નિયુક્ત (India A against New Zealand A) કરવામાં આવ્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થનારી ત્રણ ચાર દિવસીય મેચો (Priyank Panchal will lead India A) માટે બુધવારે 16 સભ્યોની ભારત (India) એ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પંચાલ ઉપરાંત આ ટીમમાં રૂતુરાજ ગાયકવાડ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ સામેલ છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોદેશને ખ્યાતિ અપાવવામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરોનો ફાળો હોવા છતા કરવો પડી રહ્યો છે આવો સંઘર્ષ
રજત પાટીદાર અને મુંબઈના સરફરાઝ ખાનનો સમાવેશપસંદગીકારોએ એવા ખેલાડીઓ પર પણ નજર રાખી છે, જેમણે ઘરેલું સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમાં બંગાળના બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરન, મધ્ય પ્રદેશની રણજી ટ્રોફી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રજત પાટીદાર અને મુંબઈના સરફરાઝ ખાનનો સમાવેશ કર્યો છે.