બર્મિંગહામ:ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું હતું કે, એજબેસ્ટન ખાતે પ્રથમ એશિઝ ટેસ્ટના પાંચમા દિવસે જ્યારે તેઓ બેટિંગ કરવા આવ્યા ત્યારે ઓસ્ટ્રેલિયા પાસે જીતની સારી તક હતી, પરંતુ વિકેટના સતત પતનથી ટીમ પર દબાણ વધી રહ્યું હતું. આ પછી પણ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 72 રનની જરૂર હતી અને માત્ર 3 વિકેટ હાથમાં હતી ત્યારે કમિન્સે મેચમાં વિજયી ઇનિંગ્સ રમી હતી.
કમિન્સે મેચ બાદ કહ્યું: "ખૂબ સારી લાગે છે, વિકેટ એટલી ખતરનાક ન હતી. મને લાગ્યું કે તે અમારી પકડમાં છે. બંને ટીમોએ તેમની શૈલી વિશે વાત કરી અને તે જ શ્રેણીની સુંદરતા છે. અમે બંને અમારી શક્તિ પ્રમાણે રમીશું. ખબર નથી કે કઈ ટીમ સારી છે પરંતુ તે એક સારી મનોરંજક શ્રેણી હશે."
કમિન્સ-લિયોનની 55 રનની ભાગીદારી
કમિન્સે કહ્યું: "અવિશ્વસનીય સંયમ, મારી પોતાની રીતે રમ્યો, કોઈના દબાણમાં આવ્યો ન હતો. મારી રમત છેલ્લા કેટલાક સમયથી શાનદાર રહી છે... હું ઇનિંગ્સ માટે ખરેખર ખુશ છું. અહીંની વિકેટ પણ સારી હતી. દરેકે પોતાનું યોગદાન આપ્યું અને સારા પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો..અને અમે જીત્યા."
બીજી ટેસ્ટ 28 જૂને શરુ થશે:કમિન્સે 141 અને 65 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર ઉસ્માન ખ્વાજાની પ્રશંસા કરી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 28 જૂનથી લોર્ડ્સમાં શરૂ થશે.
આ પણ વાંચો:
- Ashes 2023 : એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 2 વિકેટે જીત્યું, પેટ કમિન્સે રમી કેપ્ટન ઇનિંગ્સ
- Women's Emerging Team Cup 2023 : ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ટીમ ઇન્ડિયાએ ટાઇટલ જીત્યું