ગુજરાત

gujarat

ETV Bharat / sports

આકીબ જાવેદે ભારત પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું- મેચ ફિક્સિંગ માફિયા ભારત સાથે સંકળાયેલા છે

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદે દાવો કર્યો છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા પણ ભૂતકાળમાં ફિક્સિંગ અંગે સવાલો ઉઠ્યા છે, પરંતુ કોઇમાં પણ માફિયા સામે અવાજ ઉઠાવવાનો દમ નથી, જે બેગ્રાઉન્ડમાં રહીને આ ધંધો ચલાવે છે.

etv bharat
આકીબ જાવેદે લગાવ્યો આરોપ, કહ્યું - મેચ ફિક્સિંગ માફિયા ભારત સાથે સંકળાયેલા છે

By

Published : May 8, 2020, 12:17 AM IST

લાહોર: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદે આક્ષેપ કર્યો છે કે, મેચ ફિક્સિંગ માફિયાના તાર ભારત સાથે જોડાયેલા છે. જાવેદે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી. જાવેદે દાવો કર્યો છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર પણ ભૂતકાળમાં ફિક્સિંગને લઇને સવાલ ઉભા થયા છે, પણ કોઇનામાં માફિયાના વિરુદ્ધમાં આવાજ ઉઠાવવાનું તાકત નથી. જે બેગગ્રાઉન્ડમાં રહીને આ ધંધો ચલાવે છે.

આકીબ જાવેદે લગાવ્યો આરોપ, કહ્યું - મેચ ફિક્સિંગ માફિયા ભારત સાથે સંકળાયેલા છે

જાવેદે કહ્યું કે, આઈપીએલ પર ભૂતકાળમાં સવાલ ઉભા થયા છે. મેચ ફિક્સિંગ માફિયાના તાર ભારત સાથે જોડાયેલા છે. એકવાર તમે ફિક્સિંગમાં પ્રવેશવાનું નક્કી કરી લો, ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. કોઇ પાસે હજી સુધી માફિયાઓ સામે અવાજ ઉઠાવવાનો દમ નથી.

આકીબ જાવેદે લગાવ્યો આરોપ, કહ્યું - મેચ ફિક્સિંગ માફિયા ભારત સાથે સંકળાયેલા છે

ભૂતપૂર્વ 47 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, રમતમાં ફિક્સિંગ સામે અવાજ ઉઠાવવા બદલ તેને સજા આપવામાં આવી છે, જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. મારૂ કરિયર સમયથી પહેલા જ પૂરૂ થઈ ગયું કારણ કે મેં ફિક્સિંગ સામે અવાજ ઉઠાવ્યો હતો. મને ધમકી આપવામાં આવી હતી કે, જો હું ચૂપ નહીં રહ્યો તો મારા ટુકડા કરી દેવામાં આવશે.

આકીબ જાવેદે લગાવ્યો આરોપ, કહ્યું - મેચ ફિક્સિંગ માફિયા ભારત સાથે સંકળાયેલા છે

તેમણે કહ્યું કે, જો તમે ફિક્સિંગની વિરુદ્ધ બોલો છો, તો પછી તમે ક્રિકેટમાં એક મુકામ સુધી જ જઈ શકો છો. જેથી હું ક્યારેય પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બની શક્યો નહીં.

ABOUT THE AUTHOR

...view details