ગુજરાત

gujarat

ETV Bharat / sports

Asia Cup 2023 : એશિયા કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, ફહીમ અશરફની 2 વર્ષ પછી ટીમમાં વાપસી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામેની શ્રેણીની સાથે એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જાણો ટીમમાં કયા ખેલાડીઓ રમશે..

Etv BharatAsia Cup 2023
Etv BharatAsia Cup 2023

By

Published : Aug 10, 2023, 1:01 PM IST

નવી દિલ્હીઃપાકિસ્તાને એશિયા કપ 2023 જીતવા માટેની તૈયારી શરુ કરી દિધી છે. તે માટે પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ-ઉલ-હકે બુધવારે ટીમની જાહેરાત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામેની શ્રેણીની સાથે એશિયા કપ 2023 માટે 18 સભ્યોની પોતાની ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ ફરી એકવાર કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શાદાબ ખાનને તેની ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય વિકેટકીપરની જવાબદારી મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ હારિસના હાથમાં રહેશે.

એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશેઃપાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે ફહીમ અશરફની 2 વર્ષ પછી ટીમમાં વાપસી થઈ છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનમાં જ રમાશે. આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે સામસામે ટકરાશે.

પાકિસ્તાનની ટીમઃબાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, સલમાન અલી, ઇફ્તિખાર અહેમદ, તૈબ તાહિર, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, ઉસ્માન મીર, ફહીમ અશરફ, મોહમ્મદ વસીમ ,હરિસ રઉફ, નસીમ શાહ, શાહિદ આફ્રિદી.

એશિયા કપમાં કુલ 13 મેચો રમાશેઃતમને જણાવી દઈએ કે, એશિયા કપમાં કુલ 6 દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી કુલ 13 મેચો રમાવાની છે. વન-ડે મેચોના ફોર્મેટમાં યોજાનારી આ એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં તમામ મેચો 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે પાકિસ્તાન અને શ્રીલંકાના મેદાન પર રમાશે.

આ પણ વાંચોઃ

  1. Asian Champions Trophy 2023 : એશિયન ચેમ્પિયન્સમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવી, સેમીફાઈનલમાં પહોચ્યું
  2. ICC World Cup 2023: વર્લ્ડ કપ 2019 પછીના વન ડે મેચોના જીતના આંકડા, જાણો ભારત કયા સ્થાને છે
  3. Many Records In Third T20: ત્રીજી T20 મેચમાં નવા રેકોર્ડની ભરમાર, જાણો કયા કયા ખેલાડીઓ ચમક્યા

ABOUT THE AUTHOR

...view details