ગુજરાત

gujarat

ETV Bharat / sports

"ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટૂર રદ્દ થતા ભારત પર દોષ ઢોળવાનું બંધ કરે પાકિસ્તાન" - બીસીસીઆઈ

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છો, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો આંચકો લાગ્યો હતો. સવાલોનો ટોપલો ભારત ઉપર ઠલવ્યો.જે પાકિસ્તાનની પ્રાચીન પરંમપરા છે.

પાકિસ્તાને પ્રાચીન પરંમપરા જાળવી રાખી, અન્ય દેશોનો ક્રિકેટ પ્રવાસ રદ થતા દોષ ભારતને આપ્યો
પાકિસ્તાને પ્રાચીન પરંમપરા જાળવી રાખી, અન્ય દેશોનો ક્રિકેટ પ્રવાસ રદ થતા દોષ ભારતને આપ્યો

By

Published : Sep 27, 2021, 8:33 PM IST

  • ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ રદ્દ BCCIને દોષી ઠેરાવ્યા
  • પાકિસ્તાને તેમના કાર્યકાળ દરમિયાન નવી શિખરો સર કરેઃ BCCI
  • IPLને કારણે આક્રમક વલણ છોડીને ભારત સામે સામાન્ય રમત રમી રહ્યાઃ રમીઝ રાજા

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવાસ રદ કર્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડની ટીમે ખેલાડીઓની માનસિક અને શારીરિક સ્થિરતા જાળવવા માટે પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રવાસ રદ્દ થવાને કારણે પાકિસ્તાન આર્થિક અને નૈતિક રીતે પ્રભાવિત થયું છે, જે બાદ પીસીબીના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ બંને દેશોની નિંદા કરી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે પાકિસ્તાનના કેટલાક મંત્રીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓએ પ્રવાસ રદ કરવા પાછળ ભારતનો હાથ જણાવ્યો છે. તેઓ આમાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ને પણ દોષી ઠેરવી રહ્યા છે.

ભારતને દોષી ઠેરાવતા રમીઝ રાજાને શુભેચ્છા પાઠવી BCCIએ

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આઈએએનએસને કહ્યું, "ભારતને કોઈ પણ મોટા કે નાના મુદ્દામાં સામેલ કરવાની તેમની જૂની આદત છે, તે પણ કોઈ પુરાવા વગર. તેમણે કહ્યું, અમે રમીઝ રાજાને શુભેચ્છા પાઠવીએ, પાકિસ્તાને તેમના કાર્યકાળ દરમિયાન નવી શિખરો સર કરે. અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ રદ કરવા પાછળ BCCI નો કોઈ હાથ નથી. તેમણે કહ્યું, અમારી પાસે આ બધી વસ્તુઓ માટે સમય નથી. મને ખબર નથી કે પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ આઈપીએલને શા માટે દોષી ઠેરવી રહ્યા છે? મેં ક્યાંક વાંચ્યું કે રમીઝે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પૈસા માટે પોતાનો ડીએનએ બદલી નાખ્યો છે.

રમીઝે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર આરોપ લગાવ્યો

રમીઝે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ આઈપીએલને કારણે પોતાનું આક્રમક વલણ છોડીને ભારત સામે સામાન્ય રમત રમી રહ્યા છે. તેણે કહ્યું, હવે આમાં IPL ક્યાંથી આવ્યું? હવે આ કેવો આરોપ છે? અમે જાણીએ છીએ કે તેમને તે ગમતું નથી પરંતુ દરેક મુદ્દામાં ભારતને સામેલ કરવું યોગ્ય નથી.

આ પણ વાંચોઃ જૂનાગઢ અને માણાવદર ભારતનું અભિન્ન અંગ છે, પાકિસ્તાન અકલમઠુ છે: જવાહર ચાવડા

આ પણ વાંચોઃ પાકિસ્તાને જ તાલિબાનને બનાવ્યું અને પૈસા આપ્યા, તાલિબાન પાકિસ્તાનના પરમાણું હથિયારો પર કરી શકે છે કબજોઃ બ્રિટનના પૂર્વ કમાન્ડર

ABOUT THE AUTHOR

...view details