ન્યુઝ ડેસ્ક: પાકિસ્તાન સુપર લીગ 2022 (PSL 2022) સતત વિવાદોમાં ઘેરાયેલી છે. પ્રથમ, જેમ્સ ફોકનરે આ લીગમાં રમવાની ના પાડીને કહ્યું કે, તેને પૈસા મળ્યા નથી. જે બાદ PCBએ આરોપ લગાવ્યો હતો કે, ફોકનરે દારૂ પીને પાકિસ્તાનની એક હોટલમાં તોડફોડ કરી હતી. તમને જણાવી દઈએ કે ફોકનર સિવાય એલેક્સ હેલ્સ અને પોલ સ્ટર્લિંગ જેવા ખેલાડીઓએ પણ આ લીગ છોડી દીધી છે. આવી સ્થિતિમાં હવે અહીં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાનના એક ફાસ્ટ બોલરે મેદાનમાં જ પોતાના સાથી ખેલાડીને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (PSL 2022 Video Viral)) થઈ રહ્યો છે.
હેરિસ રઉફ પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો
તમને જણાવી દઈએ કે, આ મામલો 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સુપર લીગમાં રમાયેલી પેશાવર ઝાલ્મી અને લાહોર કલંદર્સ વચ્ચેની મેચ સાથે સંબંધિત છે. આ મેચમાં લાહોર કલંદરનો બોલર હેરિસ રઉફ (Haris rauf video) તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. ત્યારપછી તેના બીજા બોલ પર હઝરતુલ્લાહ ઝાઝાઈનો કેચ કામરાન ગુલામ તરફ ગયો, જેને તેણે છોડી દીધો. કેચ છોડતાની સાથે જ હેરિસ રઉફ ભડકી ગયો હતો. તે પણ જ્યારે રમત હમણાં જ શરૂ થઈ હતી. તે ગુસ્સામાં કામરાન પાસે આવ્યો અને તેને જોરદાર થપ્પડ મારી. હરિસ રઉફની તેની ટીમના સાથી સાથેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી
IPLની પ્રથમ સિઝનમાં ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ (Harbhajan slapped srisant) મારી હતી. આ સિઝનમાં હરભજન મુંબઈ અને શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા હતા. બંન્ને ટીમો વચ્ચેની મેચ બાદ હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી, પરંતુ બંનેએ આ મામલો એકબીજાની વચ્ચે ઉકેલી લીધો હતો.
PSLમાં પણ ઘણા વિવાદો