નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી. 16-19 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે 267 રનથી જીતી હતી. જે બાદ 24 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી જે ન્યૂઝીલેન્ડે 1 રનથી જીતી હતી. ન્યૂઝીલેન્ડ 1 રનથી મેચ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચ રમવા માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે હતી. વેલિંગ્ટનમાં રમાયેલી બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીલ વેગનરે 62 રનમાં 4 વિકેટ લીધી હતી.
આ પણ વાંચોPSL: શાહીન આફ્રિદીએ ઈનિંગના પહેલા બે બોલમાં તોડ્યું બેટ્સમેનનું બેટ
ન્યુઝીલેન્ડ ફોલોઓન પછી ટેસ્ટ જીતનારી ચોથી ટીમ બની:પાંચમા દિવસના પ્રથમ કલાકમાં ચાર વિકેટ પડી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 8 વિકેટે 435 રન બનાવીને ક્રોસ ડિકલેર કર્યું હતું. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 209 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે ફોલોઓન કરતાં 483 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસને 132 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 256 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચોIndian Premier League : IPLમાં ઋષભ પંતની જગ્યાએ આ બે ખેલાડીઓમાંથી એકને મળી શકે છે તક, જાણો તેમના નામ
એક રનના અંતરથી રોમાંચક વિજય મેળવ્યો:ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 153 રનની અણનમ ઇનિંગ રમી હતી. હેરી બ્રુકે 186 રનની મોટી ઇનિંગ રમી જે વ્યર્થ ગઇ. ન્યુઝીલેન્ડ માટે, પ્રથમ દાવમાં ફક્ત ટિમ સાઉથી ઇંગ્લેન્ડથી આગળ ટકી શક્યો હતો. તેણે 73 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડના નીલ વેગનરે ચાર વિકેટ લીધી હતી. નીલે બેન સ્ટોક્સ, જો રૂટ, જેમ્સ એન્ડરસન અને ઓલી પોપને આઉટ કર્યા. ટિમ સાઉથીએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. મેટ હેનરીએ બે વિકેટ ઝડપી હતી. કેન વિલિયમસનને પ્લેયર ઓફ ધ મેચ અને હેરી બ્રુકને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.