ન્યૂઝ ડેસ્કઃ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, દરેક જગ્યાએ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ દક્ષિણ આફ્રિકામાં નવા વર્ષની ઉજવણી (New Year 2022) કરી છે.
2021નું સમાપન જીત સાથે
હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને વર્ષ 2021નો અંત કર્યો છે. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમ પણ નવા વર્ષની શરૂઆત વિજય સાથે કરવા ઈચ્છશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીએ જોહાનિસબર્ગમાં રમાશે. ભારતે દક્ષિણ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વનડે રમવાની છે. અશ્વિને તેના સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણીની તસવીર શેર કરી છે, જેમાં તમામ ખેલાડીઓ પાર્ટી (New Year 2022) કરતા જોવા મળે છે.
આ સેલિબ્રિટીઝે પણ આપી શુભેચ્છા
બીજી તરફ કોહલીની પત્ની અનુષ્કાએ નવા વર્ષ નિમિત્તે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. અનુષ્કાએ શેર કરેલી તસવીર પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.નવા વર્ષ નિમિત્તે BCIએ પણ ટ્વિટ કરીને ભારતીય ક્રિકેટના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને ચાહકો માટે શુભેચ્છા સંદેશ લખ્યો છે.દરમિયાનમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે પણ દરેકને સ્વસ્થ અને નવા વર્ષ 2022ની શુભેચ્છા (New Year 2022) પાઠવી હતી.
રવિ શાસ્ત્રીનો વિડીયો વાઈરલ પણ થઇ ગયો