ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND VS AUS: મેં ઈન્દૌર કરતાં અહીં સારી બોલિંગ કરી: સ્પિનર ​​નાથન લિયોન - border gavaskar trophy 2023

ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોને ભલે તે દિવસે માત્ર એક જ વિકેટ મેળવવા માટે 30 ઓવર ફેંકી હોય પરંતુ તેને લાગે છે કે, શનિવારે ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાનનો તેનો પ્રયાસ ઈન્દોરની સ્પિન-ફ્રેન્ડલી પિચ પર તેની 11 વિકેટના શાનદાર દેખાવ કરતાં વધુ સારો હતો.

IND VS AUS: મેં ઈન્દોર કરતાં અહીં સારી બોલિંગ કરી: સ્પિનર ​​નાથન લિયોન
IND VS AUS: મેં ઈન્દોર કરતાં અહીં સારી બોલિંગ કરી: સ્પિનર ​​નાથન લિયોન

By

Published : Mar 12, 2023, 12:45 PM IST

અમદાવાદ: બેટિંગ માટે સારી પિચ પર ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના 480 રનના જવાબમાં ભારતે ચોથી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી ત્રણ વિકેટે 289 રન બનાવ્યા હતા. લિયોનને વિશ્વાસ છે કે, મેચનું પરિણામ આવી જશે જેમાં હજુ બે દિવસની રમત બાકી છે.

આ પણ વાંચો:Ambaji Temple: ભક્તોએ ચિકીના પ્રસાદથી જ માનવો પડશે સંતોષ, ETV Bharatના પ્રશ્નના જવાબમાં પ્રવક્તા પ્રધાનની સ્પષ્ટતા

ટેસ્ટ મેચનું પરિણામ છેલ્લા અડધા કલાકમાં નક્કી: લિયોને કહ્યું, આ સંયમનો મુકાબલો છે. મને લાગે છે કે, મેં આજે ઈન્દોર કરતાં વધુ સારી બોલિંગ કરી. અહીંની પિચ પર તેની બેઝિક્સ મુજબ તેણે લાંબા સમય સુધી સારી બોલિંગ કરવી પડી હતી. તેમને લાગે છે કે, આ પ્રકારની ટેસ્ટ મેચનું પરિણામ છેલ્લા અડધા કલાકમાં નક્કી થઈ જાય છે અને અત્યારે તે બરાબરી પર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી

શાનદાર દેખાવ: ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લિયોને ભલે તે દિવસે માત્ર એક જ વિકેટ મેળવવા માટે 30 ઓવર ફેંકી હોય પરંતુ તેને લાગે છે કે, શનિવારે ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાનનો તેનો પ્રયાસ ઈન્દોરની સ્પિન-ફ્રેન્ડલી પિચ પર તેની 11 વિકેટના શાનદાર દેખાવ કરતાં વધુ સારો હતો.

લાંબા સમય સુધી ધીરજ રાખવી: અનુભવી ઑફ-સ્પિનરે કહ્યું, “અમે હવે મેચમાં ક્યાં છીએ? મને લાગે છે કે અત્યારે આપણે બરાબરી પર છીએ, અમે જાણીએ છીએ કે વિશ્વના આ ભાગમાં રમત ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે તેથી તે ફક્ત લાંબા સમય સુધી ધીરજ રાખવાની બાબત છે. ઉપ-ખંડીય પરિસ્થિતિઓમાં કાળી માટી લાલ માટી કરતાં લાંબી શેલ્ફ લાઇફ દર્શાવે છે. તેણે કહ્યું, “અહીં મેં જાણ્યું કે કાળી માટી લાલ માટી કરતાં થોડી વધુ સારી રીતે જોડાયેલી રહે છે.

ABOUT THE AUTHOR

...view details