મુંબઈઃવુમન પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. શનિવારે પાટીલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બરોબરની ટક્કર જોવા મળી હતી. હરમનપ્રીતે 30 બોલમાં 65 રન ફટકારી દીધા હતા. જ્યારે ગુજરાતની ટીમ 64 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈની ટીમે 5 વિકેટના નુકસાનથી 207 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે પોતાની બેટિંગમાં 14 ફોર ફટકારી હતી. આ સિવાય મૈથ્યુઝે 74 અને અમેલિયા કેરે 45 રનની ઈનિંગ્સ રમી હતી. 208 રનનો ટાર્ગેટના જવાબમાં ગુજરાતની સમગ્ર ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચોઃ IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટથી જીત પોતાના નામે કરી
બોલર્સનો તરખાટઃ જ્યારે મુંબઈની ટીમ બોલિંગ માટે ઊતરી એ સમયે સાયકા ઈશાકાએ 3.1 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ખેરવી હતી. જે મુંબઈ માટે મોટી અને મહત્ત્વની વિકેટ સાબિત થઈ. સાયકા સિવાય મુંબઈ ટીમ માટે અમેલિયા કેર અને નેટ સિવર બ્રંટે 2-2- વિકેટ ખેરવી હતી. ગુજરાત ટીમની સામે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે 22 રનમાં હાફસેન્ચુરી મારી હતી. આ બેટિંગ દરમિયાન હરમને બોલરને હંફાવી દીધા હતા. 7 બોલમાં જોરદાર ફોર ફટકારી હતી. હરમન પહેલા મોનિકા પટેલે 15મી ઓવરની અંતિમ બોલમાં 4 ફોર ફટકારી હતી.