નવી દિલ્હી: TATA IPL 2023ની 16મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઇ રહી હતી. જેમા મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને દિલ્હીને પ્રથમ બેટીંગ આપી હતી. જેમાં DCએ પુરી 20 ઓવરમાં પણ મેદાન પર ટકી નહોતી શકી. મુંબઇને જીતવા માટે DCએ 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છેલ્લા બોલથી મેચ જીતવા માટે બેટિંગ કરી હતી અને ભારે રસાકસી સાથે 20 ઓવરને અંતે 6 વિકેટથી જીત મેળવી લીધી હતી. અને પોઈન્ટ્સ ટેબલમાં 2 પોઈન્ટ મેળવ્યા હતા અને જીત માટે ખાતું ખોલાવ્યું હતું. સ્ટેડિયમ પર નીતા અંબાણી અને આકાશ અંબાણીની હાજરી સુચક હતી.
DCની બેટીંગ : પ્રથમ બેટીંગ કરતા દિલ્હી કેપિટલ્સે 10 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા(ઓલ આઉટ). જેમાં વોર્નરે 51, પ્રિથ્વી શોએ 15, મનિશ પાંડેએ 26, યશ ધુલે 2, રોવમેનએ 4, લલિત યાદવે 2, અક્ષરએ 54, અભિષેકએ 1, કુલદિપ યાદવે 0, નોર્તજે 5 અને મુસ્તફિઝુરએ 1 રન (અણનમ) બનાવ્યા હતા.
MI બોલીંગ : મુંબઇની ટીમે 10 વિકેટ ઝડપી હતી. જેમાં બેહરેનડોર્ફે 3 ઓવરમાં 3 વિકેટ, અર્શાદ ખાને 1 ઓવરમાં 0 વિકેટ, ગ્રીનએ 3 ઓવરમાં 0 વિકેટ, ઋિતીકે 4 ઓવરમાં 1 વિકેટ, રિલેએ 3.4 ઓવરમાં 2 વિકેટ, ચાવલાએ 4 ઓવરમાં 3 વિકેટ અને તિલક વર્માએ 1 ઓવરમાં 0 વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિતશર્મા(કેપ્ટન) 45 બોલમાં છ ચોક્કા અને 4 સિક્સ મારી 65 રન બનાવ્યા હતા. ઈશાન કિશન(વિકેટકિપર) 26 બોલમાં 6 ચોક્કા સાથે 31 રન માર્યા હતા. તિલક વર્મા 29 બોલમાં એક ચોક્કોઅને 4 સિક્સ મારીને 41 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 1 બોલમાં શૂન્ય રને આઉટથઈ ગયા હતા. ટિમ ડેવિડ 11 બોલમાં 1 સિક્સ સાથે 13 રન(નોટ આઉટ) રહ્યા હતા. અનેકેમરોન ગ્રીન 8 બોલમાં 1 ચોક્કો અને 1 સિક્સ મારી 17 રન બનાવ્યા હતા. 6 રનએકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ મુકેશ કુમાર2 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મુસ્તાફિઝુર રહેમાન 4 ઓવરમાં 38 રન આપીને 1વિકેટ લીધી હતી. અનરીચ નોર્ટજે 4 ઓવરમાં 35 રન, લલિત યાદવ 4 ઓવરમાં 23 રન, અક્ષર પટેલ4 ઓવરમાં 20 રન અને કુલદીપ યાદવ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (PointsTable)આજની મેચ પૂર્ણ થયા પછીપ્રથમ નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 6પોઈન્ટ, બીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ, ત્રીજા નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ4 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ, પાંચમા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ4 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, મુંબઈઈન્ડિયન્સ 2 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્યપોઈન્ટ રહ્યા હતા.