નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બાઈકનો ખૂબ જ શોખ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ધોનીનો વીડિયો જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો. MS ધોની પાસે એકથી વધુ શાનદાર બાઇક છે. ધોનીના કલેક્શનમાં ક્લાસિક બાઈકથી લઈને સુપરબાઈકનો સમાવેશ થાય છે. ધોનીએ આઈપીએલ 2023 ની આગામી સીઝન માટે તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ આ પહેલા પણ ધોનીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે રાંચી સ્ટેડિયમમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:MS Dhoni : હાથમાં પિસ્તોલ સાથે પોલીસ યુનિફોર્મમાં ધોનીનો ફોટો થયો વાયરલ, જાણો શું છે મામલો
ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે: MS ધોની બાઇક ચલાવતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. ધોની આ વખતે આઈપીએલ સીઝનની તૈયારી કરી રહ્યો છે. આ કારણે ધોની પ્રેક્ટિસ કરવા બાઇક પર રાંચી સ્ટેડિયમ પહોંચ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ધોની પીઠ પર બેગ લટકાવીને અને હેલ્મેટ પહેરીને બાઇક ચલાવી રહ્યો છે. તેની બાઇકનો રંગ લાલ છે. ધોની તેની TVS Apache RR310 ચલાવીને રાંચી સ્ટેડિયમ પહોંચ્યો. તેના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
આ પણ વાંચો:MS DHONI IN JHARKHAND: ધોનીએ મા દેવરી મંદિરમાં પૂજા અર્ચના કરી, જુઓ વીડિયો
7.13 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ:વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની AGV હેલ્મેટ પહેરીને બાઇક ચલાવતો જોવા મળે છે. ધોનીની બાઇક મોડલની વાત કરીએ તો તેને BMW અને TVS દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ બાઇક લગભગ 313 સીસીની છે. આ બાઇક સિંગલ સિલિન્ડર સાથે લિક્વિડ કૂલ્ડ એન્જિનની સુવિધાથી સજ્જ છે. ધોનીની આ બાઈક તેના એન્જિનના કારણે અન્ય બાઈકથી તદ્દન અલગ છે. તે માત્ર 7.13 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.