નવી દિલ્હીઃICC દ્વારા તાજેતરની ODI રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. ભારતીય બોલરોએ પણ રેન્કિંગમાં ધૂમ મચાવી છે અને ટોપ 10માં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમના ચાર બોલરોએ ICC ODI બોલર રેન્કિંગમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ ICC ODI રેન્કિંગમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
મોહમ્મદ સિરાજ: ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વિશ્વનો નંબર 1 બોલર યથાવત છે. તેણે ICC બોલિંગ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. સિરાજે વર્ષ 2023માં સારું પ્રદર્શન કર્યું હતું, તેણે 22 મેચમાં 5.04ની ઈકોનોમી સાથે 40 વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવ:ICC ODI બોલર રેન્કિંગમાં કુલદીપ યાદવ પણ નંબર 4 પર છે અને તે ટોપ 5માં સ્થાન મેળવનાર ભારતનો બીજો બોલર છે. કુલદીપે 2023માં 25 મેચોની 24 ઇનિંગ્સમાં 4.51ની શાનદાર ઇકોનોમી સાથે 45 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહ:આ યાદીમાં આગળનું નામ જસપ્રીત બુમરાહનું છે. પીઠની ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ ICC ODI બોલિંગ રેન્કિંગમાં 8મા નંબર પર યથાવત છે. આ વર્ષે તેણે 14 મેચમાં 4.24ની ઈકોનોમી સાથે 23 વિકેટ લીધી છે.
મોહમ્મદ શમી:પોતાના શાનદાર પ્રદર્શનના આધારે મોહમ્મદ શમી ICC ODI બોલિંગ રેન્કિંગની ટોપ 10 યાદીમાં છેલ્લા સ્થાન પર છે. તે 10માં નંબર પર છે. આ વર્ષે તેણે 16 મેચમાં 5.11ની ઈકોનોમીથી 35 વિકેટ લીધી છે. તેણે વર્ષ 2023માં ત્રણ વખત પાંચ વિકેટ ઝડપી છે.
ODI રેન્કિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનનો સમાવેશ: ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો ICC ODI રેન્કિંગમાં ભારતના ત્રણ બેટ્સમેન સામેલ છે. શુભમન ગિલ વિશ્વમાં નંબર 1 બેટ્સમેન છે, જ્યારે વિરાટ કોહલી નંબર 4 અને રોહિત શર્મા નંબર 6 બેટ્સમેન યથાવત છે.
આ પણ વાંચો:
- WORLD CUP 2023: મેક્સવેલની આ શાનદાર ઈનિંગ ODI ક્રિકેટના ઈતિહાસની ત્રણ યાદગાર ઈનિંગ્સમાં ઉમેરાઈ ગઈ
- World Cup 2023: બેવડી સેન્ચુરી ફટકાર્યા બાદ મેક્સવેલે કહ્યું 'હંંમેશા વિશ્વાસ હતો'