મુંબઈઃચેમ્પિયન બનવા માટે વિમેન્સ પ્રીમિયર લીગમાં આજે ફાઈનલ મેચ રમાશે. મેગ લેનિંગની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ અને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટાઈટલ માટે લડશે. મેગની ટીમે WPLમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. મેગના નેતૃત્વમાં દિલ્હીએ આઠમાંથી 6 મેચ જીતી હતી, જ્યારે 2માં હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ અને દિલ્હી ટુર્નામેન્ટમાં સામ સામેઃ વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. આજે ત્રીજી વખત બંને ટીમો આમને-સામને થશે. બંને વચ્ચે લીગમાં પ્રથમ મેચ 9 માર્ચે રમાઈ હતી. 20 માર્ચે બંને ટીમો વચ્ચે બીજી મેચ હતી જેમાં દિલ્હીએ પાછલી હારનો બદલો લીધો અને જીત મેળવી.
આ પણ વાંચોઃWomen's World Boxing Championship: સ્વીટી બૂરાએ ફાઇનલમાં ચીનની વાંગ લીનાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
દિલ્હીની ધાકડ બલ્લેબાજમેગ અને શેફાલી વર્માઃ મેગ અને શેફાલી વર્મા દિલ્હીની મેચ વિનિંગ પ્લેયર છે. ઓસ્ટ્રેલિયાની મેગે 8 મેચમાં 310 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 141.55 છે. મેગ WPLની ટોપ રન સ્કોરર છે. સાથે જ શેફાલી પણ શાનદાર ફોર્મમાં છે. શેફાલીની કેપ્ટન્સીમાં ભારતે અંડર 19 વર્લ્ડ કપ જીત્યો છે. શેફાલીએ આઠ મેચમાં 241 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 182.57 છે.
આ પણ વાંચોઃWomen's World Boxing Championship 2023 : નીતુ ઘંઘાસ બની વર્લ્ડ ચેમ્પિયન, 48 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો
નેટ અને હેલ મુંબઈની તાકાતઃ નેટ સીવર બ્રન્ટે અત્યાર સુધી રમાયેલી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. નેટ 9 મેચમાં 272 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 149.45 છે. નેટ લીગમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ખેલાડી છે. ઓલરાઉન્ડર હેલી મેથ્યુસે 9 મેચમાં 258 રન બનાવ્યા હતા. હેલીનો સ્ટ્રાઈક રેટ 127.09 છે. મેથ્યુસે 13 વિકેટ પણ લીધી છે. દિલ્હીની બોલર શિખા પાંડે પણ રંગમાં છે. પાંડેએ 8 મેચમાં 10 વિકેટ લીધી છે. અને મુંબઈની સાયકા ઈશાકે 9 મેચમાં 15 વિકેટ લીધી છે.