દુબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ICC મેન્સ T20 વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં આ ટૂર્નામેન્ટ શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ગુરુવારે આ જાણકારી આપી હતી.
Men's T20 World Cup 2022: ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, 2022 T20 વર્લ્ડ કપમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
સુપર 12 મેચની તમામ ટિકિટો વેંચાઈ : ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 23 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર 12 મેચની તમામ ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી, જ્યારે વધારાની સ્ટેન્ડિંગ રૂમની ટિકિટો વેચાણ માટે મૂકવામાં આવ્યાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. 82 વિવિધ દેશોના ચાહકોએ 16 આંતરરાષ્ટ્રીય ટીમોના વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને રમવા માટે ટિકિટ ખરીદી છે. 2020માં મહિલા T20 વર્લ્ડ કપ પછી આ પ્રથમ વખત બનશે, જ્યારે ICC ઇવેન્ટ હાઉસફુલ હશે. વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલ મેલબોર્નમાં 86,174 દર્શકોએ જોઈ હતી.
ટિકિટની કિંમત સામાન્ય :ICC અનુસાર, ટિકિટ ખરીદવાના આ ઉત્સાહનું કારણ તેની સામાન્ય કિંમતો છે. ટિકિટની કિંમતો પ્રથમ રાઉન્ડ માટે 5 ડોલર અને બાળકો માટે સુપર 12 મેચો અને પુખ્ત વયના લોકો માટે 20 ડોલર રાખવામાં આવી છે. ICCએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટની અન્ય ઘણી મેચોની ટિકિટ પણ વેચાઈ ગઈ છે. વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરે ક્વોલિફાયર સાથે થશે. ICCએ કહ્યું કે, મોટાભાગની મેચોની ટિકિટ હજુ પણ ઉપલબ્ધ છે અને ચાહકો T20 World Cup.com પર તેમની સીટ બુક કરી શકે છે.