ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2023: મહેન્દ્ર સિંહ ધોનીએ સતત 2 સિક્સર ફટકારીને 5 હજાર રન બનાવ્યા, આવું કરનાર સાતમો બેટ્સમેન

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમાઈ રહેલી IPL મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે IPLમાં 5000 રન બનાવનાર સાતમો બેટ્સમેન બની ગયો છે.

IPL 2023: મહેન્દ્ર સિંહ ધોનીએ સતત 2 સિક્સર ફટકારીને 5 હજાર રન બનાવ્યા, આવું કરનાર સાતમો બેટ્સમેન
IPL 2023: મહેન્દ્ર સિંહ ધોનીએ સતત 2 સિક્સર ફટકારીને 5 હજાર રન બનાવ્યા, આવું કરનાર સાતમો બેટ્સમેન

By

Published : Apr 4, 2023, 1:57 PM IST

ચેન્નાઈઃ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં 5000 રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. સોમવારે ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમાઈ રહેલી મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ તેની 3 બોલની ટૂંકી ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. આવું કરનાર તે IPLનો સાતમો બેટ્સમેન બની ગયો છે.

આ પણ વાંચોઃDC vs GT Match Preview: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ આજે આવશે સામસામે

ધોનીને 4 વર્ષ પછી રમવાની તકઃ ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 4 વર્ષ પછી રમવાની તક મળી ત્યારે તે શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 3 બોલનો સામનો કરતા બે સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા. સતત બે સિક્સર ફટકાર્યા બાદ તે માર્ક વુડની બોલ પર રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ થયો હતો. IPLના ઈતિહાસમાં મહેન્દ્ર સિંહ ધોની આ સિદ્ધિ મેળવનાર સાતમો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા જે બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી છે તેમાં વિરાટ કોહલી, શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

આ પણ વાંચોઃHardik Pandya batting records: અરુણ જેટલી સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન

ધોનીએ IPLમાં કુલ 236 મેચ રમીઃતમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં અત્યાર સુધી કુલ 236 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે પોતાની 208 ઇનિંગ્સમાં 5004 રન બનાવ્યા, જ્યારે 80 વખત નોટઆઉટ રહ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ સમયગાળા દરમિયાન 347 ચોગ્ગા અને 232 છગ્ગા ફટકાર્યા છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં અત્યાર સુધી એક પણ સદી ફટકારી શક્યો નથી. IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન છે, પરંતુ તેણે IPLમાં કુલ 24 અડધી સદી ફટકારી છે.

ABOUT THE AUTHOR

...view details