નવી દિલ્હીઃ IPL 2023ની ત્રીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે. દિલ્હીની કમાન આ વખતે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરના હાથમાં છે. આઈપીએલમાં લખનૌ જાયન્ટ્સની આ બીજી સિઝન છે. જેમાં લખનૌએ પ્રથમ બેટીંગ કરતા દિલ્હીને જીત માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
છેલ્લી ઓવરમાં 3 વિકેટ પડીઃદિલ્હી કેપિટલ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. અને વુડની છેલ્લી ઓવરમાં પહેલા જ બોલે આઉટ થયો હતો. બીજા બોલે સાકરિયાએ ચોક્કો માર્યો હતો. દિલ્હી કેપિટલનો સ્કોર હતો 8 વિકેટના નુકસાન પર 143 રન થયા હતા. ત્રીજો બોલ પર કોઈ રન નહોતો થઈ શક્યો. ચોથા બોલે સાકરિયા આઉટ થયો હતો. અને સ્કોર નવ વિકેટના નુકસાન પર 143 રન થયા હતા.સાકરિયાનાસ્થાને મુકેશ રમવા પર આવ્યા હતા અને છઠ્ઠા બોલે કોઈ રન ન બનાવી શક્યા. દિલ્હી કેપિટલનો સ્કોર નવ વિકેટ ગુમાવીને 143 રન થયા હતા.
માર્ક વુડે 5વિકેટ ઝડપીઃ લખનૌ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. તેની સામે દિલ્હી કેપિટલ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. તેમાં લખનૌના બોલર માર્ક વુડ ચાર ઓવરમાં 14 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અવેશ ખાન 4ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેમજ રવિ બિશ્નોઈ ચાર ઓવરમાં 31 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કર્યું:IPL 2022ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ 14માંથી 9 મેચ જીતીને ટોપ 4માં હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સ (DC) એ 16 સીઝન રમી છે. પરંતુ હજુ સુધી ચેમ્પિયન બની શકી નથી. દિલ્હી છ વખત પ્લેઓફમાં અને એક વખત ફાઇનલમાં પહોંચી છે. IPL 2020માં, DCએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલ મેચ રમી હતી. દિલ્હીને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો