- કોહલીએ શાસ્ત્રી, આર. શ્રીધર અને ભરત અરુણ માટે લખ્યો ખાસ મેસેજ
- ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર સફર માટે કોચિંગ સ્ટાફનો આભાર માન્યો
- રવિ શાસ્ત્રી સહિતના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ
નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બુધવારે ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોની મજબૂત ટીમ બનાવવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોનો કાર્યકાળ ટી-20 વિશ્વ કપ (T20 World Cup)ની સાથે ખત્મ થયો છે.
શાસ્ત્રીના કોચ રહેતા ભારતે ઑસ્ટ્રેલિયાને ટેસ્ટમાં 2 વાર તેના ઘરમાં હરાવ્યું
ભારતીય ટીમ UAEમાં ચાલી રહેલા ICC T20 વિશ્વ કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી, પરંતુ શાસ્ત્રી અને કોહલીની જોડીની સાથે સાથે બોલિંગ કોચ ભરત અરુણ અને ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર એ ટીમની સાથે હતા જેણે ઑસ્ટ્રેલિયામાં 2 વાર ટેસ્ટ શ્રેણી જીતી. ઇંગ્લેન્ડમાં પણ ભારત ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સિરીઝ આવતા વર્ષે પૂર્ણ કરવામાં આવશે.
કોહલીએ કોચિંગ સ્ટાફની પ્રશંસા કરી